વંદે ભારત ટ્રેન દેશમાં લોકપ્રિય બની છે. આ ટ્રેનને મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા સરકારે વધુ સુવિધા આપવાની આયોજન કર્યું. વંદેભારતને સફળતા મળતા સરકારે રકાર વંદે ભારત મેટ્રો લાવવાની જાહેરાત કરી. દેશના મોટા શહેરમાં મેટ્રો ટ્રેનને લોકો પસંદ કરી રહ્યા છે. અને હવે વંદે ભારત મેટ્રોમાં પણ મુસાફરીનો આનંદ માણશે. હાલમાં વંદેભારત મેટ્રોનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. જણાવી દઈએ કે 15 ફેબ્રુઆરી 2019ના રોજ વંદેભારત એક્સપ્રેસ સરેરાશ 100 કિલોમીટરની ઝડપે દોડાવવામાં આવી હતી.
વંદે ભારત મેટ્રોને લઈને લોકોમાં ઉત્સુકતા છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું કોમ્પેક્ટ મોડલ સામે આવ્યું છે, જેને પંજાબના કપૂરથલા સ્થિત રેલવે કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલી વંદે ભારત મેટ્રોની ટ્રાયલ રન જુલાઈ 2024થી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આનાથી યાત્રીઓને માત્ર આરામદાયક સુવિધા જ નહીં મળે, પરંતુ તેમને ખૂબ જ વ્યાજબી કિંમતે ઝડપી મુસાફરીનો અનુભવ પણ મળશે. આ મેટ્રો ઈન્ટર સિટી અને ઈન્ટ્રા સિટી વચ્ચે દોડશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે વંદે ભારત મેટ્રોનું પરીક્ષણ જુલાઈ 2024થી કરવામાં આવશે. અધિકારીઓએ દાવો કર્યો છે કે આ મેટ્રો વહેલી તકે મુસાફરોની સેવા માટે ઉપલબ્ધ થશે.
વંદે મેટ્રો એ હાલમાં લોકપ્રિય વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું કોમ્પેક્ટ મોડલ છે. આ મેટ્રોનો ઉપયોગ એક શહેર અથવા બે શહેરમાં દરરોજ લાગતો સમય ઘટાડવા માટે કરવામાં આવશે. તે માટે તેની ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ મેટ્રો 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. મેટ્રો નેટવર્ક દેશના લગભગ 124 શહેરોને 100-125 કિલોમીટરના અંતરે જોડશે.