Not Set/ સુરત: ઈ-મેમોથી બચવા માટે આવા કીમિયા અપનાવે છે વાહન ચાલકો, પોલીસની રહેમનજર મોટા ગુનાની રાહ જુએ છે

સુરત, સુરત ખાતે સુરત પોલીસ દ્વારા દરેક પોઇન્ટ ઉપર સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે જેના બે મુખ્ય કારણો છે. એક કારણ આ સીસીટીવીના કારણે કોઇ પણ ગુનો ડિટેક્ટ કરવામાં આસાની રહે છે અને બીજુ મુખ્ય કારણ એ છે કે કોઇ વાહનચાલકો જો ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો તેમને ઇ મેમો પહોંચાડી તેમને કાયદાકીય રીતે દંડનીય […]

Top Stories Gujarat Trending
CM 4 સુરત: ઈ-મેમોથી બચવા માટે આવા કીમિયા અપનાવે છે વાહન ચાલકો, પોલીસની રહેમનજર મોટા ગુનાની રાહ જુએ છે

સુરત,

સુરત ખાતે સુરત પોલીસ દ્વારા દરેક પોઇન્ટ ઉપર સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે જેના બે મુખ્ય કારણો છે. એક કારણ આ સીસીટીવીના કારણે કોઇ પણ ગુનો ડિટેક્ટ કરવામાં આસાની રહે છે અને બીજુ મુખ્ય કારણ એ છે કે કોઇ વાહનચાલકો જો ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો તેમને ઇ મેમો પહોંચાડી તેમને કાયદાકીય રીતે દંડનીય કાર્યવાહી કરવામાં આવે, પરંતુ સુરત ખાતે વાહન ચાલકો દ્વારા આ નિયમોથી બચવા માટે અનેક કિમિયાઓ શોધી કાઢવામાં આવ્યા છે.

CM 3 સુરત: ઈ-મેમોથી બચવા માટે આવા કીમિયા અપનાવે છે વાહન ચાલકો, પોલીસની રહેમનજર મોટા ગુનાની રાહ જુએ છે

તેઓએ આ નિયમોથી બચવા માટે અનેક કિમિયાઓ શોધી કાઢ્યા છે. ત્યારે સૌ પ્રથમ સુરતીઓ દ્વારા નંબર પ્લેટ વાળી દેવામાં આવે છે. આ ઉપરાંત નંબર પ્લેટ અડધી તોડવામાં આવે છે. આ સાથે સાથે મહિલાઓ દ્વારા નંબર પ્લેટ આગળ પર્સ લટકાવી નંબર ઢાંકી દેવામાં આવે છે. તેથી નંબર દેખાય નહીં અને તેઓ ઇ મેમોથી બચી શકે છે. ઈ-મેમોથી બચવા માટે ફક્ત સુરતમાં જ નહિ રાજ્યમાં બધી જગ્યાઓ પર આવા ગતકડાઓ કરવામાં આવે છે.

NUNBER PLT સુરત: ઈ-મેમોથી બચવા માટે આવા કીમિયા અપનાવે છે વાહન ચાલકો, પોલીસની રહેમનજર મોટા ગુનાની રાહ જુએ છે

સુરત શહેર ખાતે ગુનાઓને ડિટેક્ટ કરવા માટે સીસીટીવી લગાવવામાં આવ્યા છે પરંતુ જો પોલીસ આવી નંબર પ્લેટ વાળીને ફરતા લોકો પ્રત્યે રહેમ નજર રાખશે તો કદાચ કોઇક દિવસ મોટો ગુનો ડિટેક્ટ કરવો પોલીસ માટે અશક્ય બની શકે છે.

AAAS સુરત: ઈ-મેમોથી બચવા માટે આવા કીમિયા અપનાવે છે વાહન ચાલકો, પોલીસની રહેમનજર મોટા ગુનાની રાહ જુએ છે

ટ્રાફિક શાખાના એસીપી ઝેડ.એ.શેખના જણાવ્યા મુજબ લોકો ઈ-મેમોથી બચવા જાત-જાતના ઉપાયો કરે છે. કેટલાક લોકો પોતાની નંબર પ્લેટની વાડી નાખે છે તો કેટલીક મહિલાઓ નંબર પ્લેટની સામે પોતાનું પર્સ ભરવી દે છે. ઘણા લોકો ઓઈલને નંબરપ્લેટ પર લગાવીદે છે જેના કારણે એકાદ નંબર ઢંકાઈ જાય અને ઈ-મેમોથી બચી શકાય. પરંતુ પોલીસ RTOના રજીસ્ટ્રેશનબૂક ઉપરથી શોધી કાઢવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.