ગુજરાત/ આનંદો..! રાજ્યના 9 જિલ્લામાં બનશે નવા સ્પોર્ટ્સ સંકુલ : હર્ષ સંઘવીની જાહેરાત

રાજ્યના 9 જિલ્લામાં અધતન સ્પોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવશે. આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં રમત-ગમત ક્ષેત્રે રસ ધરાવતા લોકોને કોચિંગ આપવામાં આવશે.

Top Stories Gujarat Others
આનંદો..! રાજ્યના 9 જિલ્લામાં બનશે નવા સ્પોર્ટ્સ સંકુલ : હર્ષ સંઘવીની જાહેરાત

ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓ ના સારા પ્રદર્શન બાદ ગુજરાતમાં પણ રમતનું મહત્વ વધ્યું છે. અને રાષ્ટ્રીય અને આંતર્રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ વધુ માત્રામાં ગુજરાતમાંથી બહાર આવે તે દિશામાં સરકાર ચોક્કસ પગલા લઇ રહી છે. રાજ્યમાં ખેલાડીઓને પ્રોત્સાહન મળે અને ઘર આંગણે સારી તાલીમ મળે તેવ પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યના 9 જિલ્લામાં નવા સ્પોર્ટ્સ સંકુલની જાહેરાત વિધાનસભા કરવામાં આવી છે.

રાજ્યના 9 જિલ્લામાં અધતન સ્પોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવશે. આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં રમત-ગમત ક્ષેત્રે રસ ધરાવતા લોકોને કોચિંગ આપવામાં આવશે.આ સાથે જ યુવાનોને એક પ્લેટફોર્મ પણ મળશે. આ અંગે આજરોજ મંગળવારે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરવામાં આવી હતી.

વિધાનસભા ગૃહમાં આ અંગે જાહેરાત કરતા રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યના 9 જિલ્લામાં નંવા સ્પોર્ટ્સ સંકુલ ઊભા કરવામાં આવશે. મહત્વનું છે કે સ્પોર્ટ્સ સંકુલ બનાવવા બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી હતી. જે પ્રમાણે હવે આ સંકુલો ઝડપી બનાવવાની જાહેરાત કરી મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.

નવસારી, છોટા ઉદેપુર, વલસાડ, સુરત, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, ગીર સોમનાથ ,અરવલ્લી જીલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવશે. સરકારના આ નિર્ણયથી સ્પોર્ટ ક્ષેત્રે રુચી ધરાવતા યુવાઓને મોટો લાભ થશે સાથે જ સ્પોર્ટમાં આગળ વધવા માગતા યુવાઓ આકર્ષિત થવાની સાથે દરેક પ્રકારની રમત માટે યુવાનોને કોચિંગ પણ મળી રહેશે.

રાજકીય/ પ્રશાંત કિશોર બની શકે છે કૉંગ્રેસના રણનીતિકાર, નરેશ પટેલને પણ કૉંગ્રેસમાં લાવવાની તૈયારી

Ukraine Crisis/ પુતિન અને ઝેલેન્સકી વચ્ચે થઇ શકે છે મુલાકાત.! ઈસ્તાંબુલમાં મંત્રણા બાદ રશિયાનું વલણ નરમ