Prostitution/ હોટેલ અને સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર સામે સરકારની લાલ આંખ

રાજ્યમાં હોટેલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને કાયમી ધોરણે બંધ કરાવવા માટે સરકારે લાલ આંખ કરી છે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 39 4 હોટેલ અને સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર સામે સરકારની લાલ આંખ

ગાંધીનગરઃ રાજ્યમાં હોટેલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને કાયમી ધોરણે બંધ કરાવવા માટે સરકારે લાલ આંખ કરી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સ યોજીને આપેલી સૂચના મુજબ ગુજરાત પોલીસ રાજ્યવ્યાપી ધોરણે આ પ્રકારના ગોરખધંધા કરનારી હોટેલો અને સ્પા પર ત્રાટકી છે. તેના હેઠળ કુલ 851 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

પોલીસે દેહવ્યાપારની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપતા સ્પા, મસાજ પાર્લર અને હોટેલોને ત્યાં રાજ્યવ્યાપી ધોરણે કરેલી કરી કાર્યવાહીમાં કુલ 152 આરોપીઓ સામે ગુના દાખલ કર્યા છે. તેમા 103 સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. આટલું જ નહી પોલીસ દ્વારા 27 જેટલા સ્પા સેન્ટરો તથા હોટેલોના લાઇસન્સ રદ કરવા માટે પમ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બધા પોલીસ વડા-રેન્જ અધિકારી, પોલીસ કમિશ્નરો, જોઇન્ટ પોલીસ કમિશ્નરો તથા નાયબ પોલીસ કમિશ્નરોની સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને ગેરકાયદેસર સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર દરોડા પાડવા કડક સૂચના આપી હતી. તેમના આદેશનું પાલન કરતા સમગ્ર રાજ્યમાં 18મી ઓક્ટોબરથી શંકાસ્પદ સેન્ટરો પર દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજી પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્યભરમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને હંમેશા બંધ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 હોટેલ અને સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર સામે સરકારની લાલ આંખ


 

આ પણ વાંચોઃ Rapidx/ ભારતની સૌપ્રથમ રેપિડ રેલ શનિવારથી પાટા પર દોડવા તૈયાર

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ વ્હાઇટ હાઉસે બાઇડનની જોર્ડન યાત્રા રદ કરવાની પુષ્ટિ કરી?

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ ભારત 2040 સુધીમાં ચંદ્ર પર માણસો મોકલશે