Covid-19/ લોકોની બેદરકારીએ આ શહેરમાં વધાર્યા કોરોનાનાં કેસ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનાં કેસમાં ઘટાડો થયો છે. જો કે હજુ કોરોનાવાયરસ પૂર્ણ રીતે આપણા જીવનથી ચાલ્યો ગયો નથી.

Top Stories Gujarat Surat
સુરતમાં કોરોનાનાં કેસ
  • સુરતમાં કોરોનાના કેસમાં વધારો
  • શહેરમાં કોરોનાના 12 કેસ નોંધાયા
  • લોકો માસ્ક પહેરવામાં કરી રહ્યા છે બેદરકારી

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનાં કેસમાં ઘટાડો થયો છે. જો કે હજુ કોરોનાવાયરસ પૂર્ણ રીતે આપણા જીવનથી ચાલ્યો ગયો નથી. ખાસ કરીને જ્યારે રાજ્યમાં બીજી લહેરમાં લોકોને જે તકલીફોનો સામનો કરવો પડ્યો તે બાદ હવે જનતાની પણ ફરજમાં આવે છે કે પોતે સમજીને સરકારની કોરોનાને લઇને જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇનનું પાલન કરે. જો કે તે પૂર્ણતઃ થઇ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ નથી.

આ પણ વાંચો – ઓમિક્રોનની દહેશત / વિશ્વમાં ઓમિક્રોનથી અત્યાર સુધી 14 લોકોના મોત,20 થી 30 વર્ષના યુવાનો વધુ પ્રભાવિત…

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ભલે દૈનિક કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો હોય પરંતુ હજુ પણ ઘણી સાવધાની રાખવાની જરૂર વર્તાઇ રહી છે. પરંતુ શું ખરેખર લોકો સાવધાની રાખી રહ્યા છે. જવાબ મળશે ના. રાજ્યનાં ડાયમંડ શહેર કહેવાત સુરતમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં વધારો થયો છે. શહેરમાંં કોરોનાનાં 12 કેસ સામે નોંધાયા છે. અહી હવે લોકો માસ્ક પહેરવામાં ઘણી બેદરકારી દાખવી રહ્યા છે. આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન કહેર વરસાવી રહ્યો છે, જેણે રાજ્યમાં પણ એન્ટ્રી કરી દીધી છે. ત્યારે જનતાએ વધુ સાવધાની રાખવાની જરૂર છે. બીજી લહેરમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ તેવી પરિસ્થિતિ ફરી ન આવે તે માટે લોકો દ્વારા સાવચેતી વધુ જરૂરી છે. બીજી લહેરમાં મોટી સંખ્યામાં લગભગ તમામ લોકોએ પોતાના પરિવારનાં કોઇ એક સભ્યને ગુમાવ્યો હતો. ત્યારે હવે બેદરકારી દાખવી કેટલી મોંઘી પડી શકે છે તે લોકો જાણે ભૂલી જ ગયા હોય તેવુ લાગી રહ્યુ છે.