Supreme Court/ ખેડૂતોમાં કોરોના પ્રસારને અટકાવવા માટે સરકાર તુરંત પગલાં ભરે : સુપ્રીમ કોર્ટ

છેલ્લા 39 દિવસથી ચાલી રહેલા 3 કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂત આંદોલન શમવાનું નામ લઇ રહ્યું નથી પરંતુ દિવસેને દિવસે વધારો થતો જાય છે તેમ જ હજારો ખેડૂતો સરકાર સામે

Top Stories India
1

છેલ્લા 39 દિવસથી ચાલી રહેલા 3 કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂત આંદોલન શમવાનું નામ લઇ રહ્યું નથી પરંતુ દિવસેને દિવસે વધારો થતો જાય છે તેમ જ હજારો ખેડૂતો સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે દિલ્હીમાં ઉતરી પડ્યા છે. આ પરિસ્થિતિમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે એક અરજી સંદર્ભે સરકાર પાસે ખેડૂતો અંગે ચિંતા વ્યક્ત કરી છે. અરજીકર્તાઓએ હજારો લોકોના સ્વાસ્થ્યને લઈને સંકટ ઉત્તપન્ન થવાને લઈને કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે.

Indian Railway / રેલ્વેબોર્ડની 35,208 પદો પર ભરતીનો માર્ગ મોકળો, 16 થી 30 જાન…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની અધ્યક્ષતાવાળી બેચમાં જસ્ટિસ એએસ બોપન્ના અને વી રામસુબ્રમણ્યમનો સમાવેશ થાય છે, આ બેંચ તરફથી જમ્મુ – કાશ્મીરના વકીલ સુપ્રિયા પંડિત દ્વારા દાખલ અરજી પર સુનવણી થઈ રહી હતી. અરજદાર વકીલે દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો છે કે તે ગત વર્ષ નિજામુદ્દીન મરકજમાં આયોજિત ધાર્મિક આયોજનથી વધેલા કોરોના સંક્રમણના મામલામાં મરકજના પ્રમુખ મૌલાના સાદની ધરપકડ કરવામાં નિષ્ફળ કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને એ અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે કે કે ખેડૂત આંદોલન સ્થળો પર કોરોનાના પ્રસારને રોકવા માટે શું પગલા ભરવામાં આવ્યા છે. એ બાબત ઉલ્લેખનીય છે કે આ પહેલા કોર્ટ દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને નોટીસ જાહેર કરી ચૂકી છે.

America / અમેરિકન સંસદે બિડેન – હેરિસને જાહેર કર્યા વિજેતા, બંને…

આ અંગે જાગૃત અરજદારોની અરજીના સંદર્ભે સુપ્રીમ કોર્ટે કોરોનાની મહામારી અને ખેડૂતો આંદોલનને લઈને ચિંતા વ્યક્ત કરતા રહ્યું કે ખેડૂત આંદોલન 2020માં દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં ઉત્પન્ન થયેલી તબલીગી જમાત જેવી સ્થિતિ બની શકે છે. સુપ્રીમ કોર્ટે સરકારને એમ પણ પુછ્યું કે શું આંદોલનમાં ખેડૂત કોરોના સંક્રમણના પ્રસારની વિરુદ્ધ કોઈ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ?ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસએ બોબડેની અધ્યક્ષતા વાળી બેંચે ગુરુવારે સુનવણી કરતા કહ્યું કે દિલ્હીમાં સીમાઓ પર ખેડૂત આંદોલન સ્થળો પર કોરોના સંક્રમણના કેસોમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી હતી. બાર એન્ડ બેંચ ડોટ કોમની રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારને કોર્ટે એ બાબતે પણ અવગત કરાવવાનું કહ્યું કે આંદોલન સ્થળો પર સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈનનું પાલન સુનિશ્ચિત કરવા માટે પગલા ભરવામાં આવ્યા છે.

Ahmedabad / ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી એ જાણો કેમ કરી સેશન્સ કોર્ટમાં અપીલ?…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…