Not Set/ રિસામણે આવેલ પત્નિને મનાવા જતા યુવકને સાળા અને સાસુએ ઉતારો મોતને ઘાટ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુરમાં રિસામણે બેસેલ પત્નિેને મળવા આવેલ પતિની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. મીઠાપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં પત્નિ, સાળા અને સાસુએ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યુ છે.

Gujarat Others
A 24 રિસામણે આવેલ પત્નિને મનાવા જતા યુવકને સાળા અને સાસુએ ઉતારો મોતને ઘાટ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુરમાં રિસામણે બેસેલ પત્નિેને મળવા આવેલ પતિની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. મીઠાપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં પત્નિ, સાળા અને સાસુએ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યુ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ખેંગારભા સુમલાભા માણેક નામના આશરે 35 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને તેમની ધર્મપત્ની સમજુબેન સાથે કોઈ બાબતનું મનદુઃખ હોય, છેલ્લા આશરે બે માસથી સમજુબેન તેઓના પાંચ વર્ષિય પુત્ર આર્યન સાથે પોતાના માવતરે રિસામણે બેઠી હતી.

આ પણ વાંચો :પાટડી નગરપાલિકા દ્વારા સમગ્ર પાટડીને CCTV કેમેરાથી સજ્જ કરાયું

આ દરમિયાન ગત રાત્રીના આશરે સવા વાગ્યાના સમયે ખેંગારભા માણેક પોતાના માવતર રહેલા પત્ની સમજુબેનને મળવા સુરજકરાડીના શક્તિનગર વિસ્તારમાં જતા કોઈ કારણોસર ઉશ્કેરાઈ ગયેલા તેમના પત્ની સમજુબેન, સાળા ખેંગારભા બુધાભા ભઠડ અને સાસુ ધનબાઈ બુધાભા ભઠડ પાઈપ, કુહાડી જેવા હથિયારો વડે તૂટી પડયા હતા.

રિસામણે આવેલી પત્નીને મળવા આવેલા પતિ પત્નીએ પોતાના ભાઈ અને માતા સાથે મળીને તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી મૃતકને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો છે.

આ પણ વાંચો :લગ્નમાં શૂટ-બુટ કેમ ન પહેર્યાના મ્હેણાં ટોણા સાંભળતા આધેડે ટુંકાવ્યું જીવન

ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી મીઠાપુર ઘટના સ્થળે પહોંચી ગયા હતા તથા પોલીસની જુદી જુદી ટીમો બનાવીને હત્યારાઓને પકડવા માટે તજવીજા શરૂ કરી છે અને હત્યારાઓ હાથવેંતમાં હોવાનો આશાવાદ વ્યકત કર્યો હતો. ભાણવડમાં પટેલ યુવાનની ત્રણ દિ’ પહેલા હત્યા તથા આઠ દિવસ પહેલા સુરજકરાડીમાં વાઘેર રીક્ષા ચાલકની હત્યા પછી ૧૦ દિવસમાં ત્રીજા હત્યાનો બનાવ બનતા સમગ્ર જિલ્લામાં ચકચાટ જાગી છે.

આ પણ વાંચો :રાજય માં ધોરણ ૧૨ ની પરીક્ષા લેવી કે નહિ તે અંગે તુરંત લેવાઈ શકે છે નિર્ણય

kalmukho str રિસામણે આવેલ પત્નિને મનાવા જતા યુવકને સાળા અને સાસુએ ઉતારો મોતને ઘાટ