Not Set/ BJP વધુ એક વખત સદસ્યતા અભિયાનનો કરશે પ્રારંભ,તમામ સેક્ટરના લોકોને જોડશે

BJP પ્રાથમિક સદસ્યતા વધારવા માટે ફરી એક વખત અભિયાન શરુ કરશે જેના માધ્યમથી લોકોને જોડવા અને મતદારો પણ વધારવા પ્રયાસ કરશે.

Ahmedabad Gujarat
BJP

એક તરફ ચુંટણી કામગીરી માટે BJP કામગીરી કરી રહી છે હવે BJP સદસ્યતા અભિયાન ચલાવશે અને લોકોને BJPમાં જોડવા પ્રયાસ કરશે આત્યારે BJPએ કોઈ લક્ષ નક્કી નથી કર્યો પરંતુ મોટા પ્રમાણમાં લોકો જોડાય તેના માટે જમીની સ્તરે આયોજન કરવામાં આવશે.

BJP પ્રાથમિક સદસ્યતા વધારવા માટે ફરી એક વખત અભિયાન શરુ કરશે જેના માધ્યમથી લોકોને જોડવા અને મતદારો પણ વધારવા પ્રયાસ કરશે.આગામી 6 જુનના દિવસથી BJP દ્વારા સદસ્યતા અભિયાન શરુ કરવાનું આયોજન પ્રદેશ બીજેપી દ્વારા કરવામાં આવ્યું છે જેની જવાબદારી પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને સોપવામાં આવી છે.

હાલમાં BJPના નોંધાયેલા ૧ કરોડ ૧૩ લાખ સદસ્યો છે જેમાં હવે વધારો કરવા માટે આ અભિયાન ચલાવવામાં આવનાર છે.જેના માટે તમામ મોરચા અને સેલને જવાબદારી સોપવામાં આવી છે બુથ સ્તરે જઈને તો લોકોને જોડવા પ્રયાસ કરાશે સાથે જ મોરચા અને સેલને પણ પોતાના વિભાગ સાથે જોડાયેલા લોકોને જોડવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે ચુંટણી આગાઉ મોટા પ્રમાણમાં લોકો જોડાય તો તેનો સીધો ફાયદો ચુંટણી સમયે થઇ શકે છે.શહેરી મતદારો તો BJP તરફે છે પરંતુ હવે ગ્રામીણ વિસ્તારમાં આ અભિયાન પર વધારે જોર બીજેપી આપશે.

૩ વર્ષે બીજેપી દ્વારા સત્તાવાર રીતે આ અભિયાન ચલાવે છે જે આધારે લોકોને જોડવા પ્રયાસ કરવામાં આવે છે અ સિવાય પણ અલગ અલગ સેક્ટરના લોકોને બીજેપી પાર્ટીમાં જોડી પોતાનો વ્યાપ વધારી રાહી છે.

આ પણ વાંચો:આજે પાટીદારો વચ્ચે વડાપ્રધાન મોદી, જાણો કેમ ખાસ છે સૌરાષ્ટ્રનો આ પ્રવાસ?

આ પણ વાંચો: 424 VIPની સુરક્ષા હટાવી, AAP સરકારનો મોટો નિર્ણય

આ પણ વાંચો:બેંકિંગ છેતરપિંડીના કેસમાં વધારો, 2000ની નોટો બજારમાંથી ગાયબ, RBIએ વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો

logo mobile