- આગામી આદેશ ન મળે ત્યાં સુધી મોકૂફ
- કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાશે આગામી નિર્ણય
- ઓનલાઇન પરીક્ષાનું થઇ શકે છે આયોજન
- આગામી 12 અને 23 એપ્રિલ થી યોજાવાની હતી પરીક્ષા
ગુજરાત રાજ્ય ફરી એક વાર કોરોના વાઈરસના અજગરી ભરડામાં સપડાયું છે. રાજ્યમાં સતત કોરોના કેસ અને મૃત્યુ આંકમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ કોરોનાને કાબુમાં લેવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
રાજ્યમાં વધી રહેલા કોરોના કહેર વચ્ચે ગુજરાત યુનીવર્સીટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને વિધાર્થીઓના હિતમાં આગામી ૧૨ એપ્રિલ અને 23 એપ્રિલથી શરુ થતી ગુજરાત યુનીવર્સીટી ની તમામ પરિક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર BA, B.COM, BSC, BBA, BCA, B.EDની પરીક્ષાઓ 12 અને 23 એપ્રિલથી શરૂ થવાની હતી. પરંતુ રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના અજગરી ભરડાને ધ્યાને રાખી યુનીવર્સીટી તંત્ર દ્વારા આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
યુનિ.ના વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સત્તાવાર પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, પ્રવર્તમાન કોવિડ-19 મહામારીને ધ્યાને લેતા 12 એપ્રિલ અને 23 એપ્રિલના રોજ યોજાનારી પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલ છે. તો આ સાથે જ એવું પણ કહેવાયું છે કે, જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલ છે. અથવા ઓનલાઇન પરીક્ષાનું આયોજન પણ થઇ શકે છે
હાઇકોર્ટેની રાજ્ય સરકારને ટકોર
ઉલ્લેખનીય છે કે સવારે જ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે, લોકોનો જીવ બચે તે માટે રાજ્ય સરકાર શું કરી રહી છે ? હાલ, રાજ્યમાં નવા કેસો ખુબજ વધી રહ્યા છે જેના કારણે રાજ્યમાં હાલ લોકડાઉન અથવા કર્ફ્યુ લગાવાની ખુબજ જરૂર છે, જેથી રાજ્ય સરકારે આ મામલે પોતાની ગંભીરતા દેખાડીને કોઈ સચોટ નિર્ણય લેવો જોઈએ. હાઇકોર્ટમાં પણ કર્મચારીઓ, અધિકારીઓ અને ન્યાયધીશોને કોરોના પોઝીટીવ આવતા હાઇકોર્ટના તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 10 એપ્રિલથી લઈને 14 એપ્રિલ સુધી એમ પાંચ દિવસ માટે હાઇકોર્ટની કામગીરી સંપૂર્ણ પણે બંધ રહશે. અને તે દરમિયાન હાઇકોર્ટના તમામ વિભાગોમાં સેનિટાઇઝર નો છટકાવ કરવામાં આવશે.
તો બીજી બાજુ ગાંધીનગર મંત્રી મંડળ અને ધારાસભ્યો અને તેમના ઓફીસના સ્ટાફમાં પણ કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. મોટી સંખ્યામાં મંત્રીઓ સહીત તેમનો સત્ફ કોરોના સંક્રમિત મળી આવ્યો છે.