Anand/ મહીસાગર નદી ગાંડીતૂર બની, કહાનવાડી ગામમાં 50 અને ગંભીરા ગામમાં 17નું રેસ્ક્યુ કરાયું, જુઓ Video

મહીસાગર નદીમાં નિરની આવક થતાં ઉમેટા અને ગંભીરા બ્રિજ બંધ કરાયો, 20 ગામોને એલર્ટ કરાયા

Gujarat Others Videos
flood in Anand district village NDRF rescue 70 people મહીસાગર નદી ગાંડીતૂર બની, કહાનવાડી ગામમાં 50 અને ગંભીરા ગામમાં 17નું રેસ્ક્યુ કરાયું, જુઓ Video

આણંદઃ આણંદ પંથકમાં ઉપરવાસમાંથી ભારે વરસાદના કારણે કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહિસાગર નદી ગાંડીતૂર બની છે. મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેડા અને આણંદ જિલ્લાના 30થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

કડાણા ડેમમાંથી 9 લાખ ક્યૂસેક પાણી છોડાતા ખેડા જિલ્લાના 12 ગામ અને આણંદ જિલ્લાના લગભગ 20 ગામ પૂરના પાણીથી પ્રભાવિત થયા છે. આણંદ જિલ્લાના આંકલાવ પાસે કહાનવાડી ગામના લોકો પૂરના પાણીમાં ફસાયા હતા. લગભગ 50 લોકો ગામમાં પૂરના પાણીમાં ફસાયા હતા. આ અંગેની જાણ આણંદ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે પછી NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યુ છે. તમામ લોકોને સલામત બચાવી લેવાયા છે.

આણંદ જીલ્લાના ગંભીરા ગામના નીચાણવાળા વિસ્તારમાં મહીસાગરના પાણી ફરી વળ્યાં હતા. ગામના 17 જેટલા લોકો ફસાયા હતા જેમને મોડી રાત્રે NDRFની ટીમ દ્વારા કરાયું રેસ્ક્યુ હતું. બીજી તરફ મામલતદાર સહિત અધિકારીઓના ગંભીરા ગામમાં ધામા નાખ્યા છે.

મહીસાગર નદીમાં નિરની આવક થતાં ઉમેટા અને ગંભીરા બ્રિજ તકેદારીના ભાગરૂપે બંધ કરાયો છે. હાલ 20 જેટલા ગામો એલર્ટ કરાયા છે. નદી કિનારે આવેલું ફાર્મ હાઉસ પાણીમાં ઘરકાવ થયું છે.

આણંદના ગાજણામાં 14 લોકો નદી તટમાં ફસાયા હતા. આ તમામ લોકો ખેતી કામ માટે બેટમાં ગયા હતા. મીડિયાના માધ્યમથી ફસાયેલ લોકોએ મદદની અપીલ કરી હતી.

મહીસાગર નદીમાં પાણીની ભારે આવક, કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડાયું

ગાજણામાં 14 લોકો નદી તટમાં ફસાયા, મીડિયાના માધ્યમથી ફસાયેલ લોકોએ મદદની કરી અપીલ

 

Anand : આંકલાવના ચમારામાં નદીના પટમાં 8 લોકો ફસાયા