Not Set/ કોરોનાથી પિતાનું મૃત્યુ થતા દીકરીનું હૈયાફાટ રુદન, જાણી તમે પણ રડી પડશો

ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના કહેરના કારણે અનેક લોકોના જીવ ગયા છે અને જેના કારણે અનેક પરિવારોના ચિરાગ બુઝાઈ ગયા છે.

Gujarat Others
A 37 કોરોનાથી પિતાનું મૃત્યુ થતા દીકરીનું હૈયાફાટ રુદન, જાણી તમે પણ રડી પડશો

ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના કહેરના કારણે અનેક લોકોના જીવ ગયા છે અને જેના કારણે અનેક પરિવારોના ચિરાગ બુઝાઈ ગયા છે. આ જ પ્રકારની એક ઘટના ભરૂચ જીલ્લામાંથી સામે આવી છે, જેમાં એક પિતાનું કોરોનાથી મૃત્યુ થતા દીકરીએ હૈયાફાટ રૂડન કર્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ ભરૂચમાં આવેલા સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય કમલ કિશોર મુંદ્રા તથા તેઓના પત્ની કોરોનામાં સપડાયા હતા, ત્યારબાદ તેઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ આ સર્વરની વચ્ચે શનિવારના સવારે તેઓ કોરોના સામેની જંગ હારી ગયા હતા.

આ પણ વાંચો :ગોંડલમાં એક જ પરિવારના 9 સભ્યોને કોરોના પોજીટીવ આવતા ભારે ફફડાટ ફેલાયો

માનવતા પણ રડી પડી: દોઢ વર્ષ બાદ  પિતાને મળવા આવેલ દીકરીને મળ્યો મૃતદેહ, હૈયાફાટ રુદ

બીજી બાજુ મૃતક કમલ કિશોર મુંદ્રાની દીકરીના લગ્ન નાગપુરમાં થયા છે, પરંતુ જયારે પોતાના પિતાની તબિયત અંગે ખબર પડી તો તે તરત જ ભરૂચ આવવા માટે નીકળી ગઈ છે, પરંતુ ત્યારબાદ થયું એવું કે તે જાણીને તમે પણ દુઃખી થઇ જશો.

આ પણ વાંચો :અમદાવાદમાં સાયબર ક્રાઈમે ઝડપ્યું કોલ સેન્ટર, અમેરિકન નાગરિકોને લોન અપાવવાના બહાને થતી હતી

હકીકતમાં લોકડાઉનના પરિણામે દોઢ વર્ષના લાંબા સમય બાદ પુત્રી નેહા તેના પિતાને મળવા આવી હતી, પરંતુ કોરોનાના કહેરની વચ્ચે જયારે તે ભરૂચ પહોંચી ત્યારે તેને ખબર પડી કે, તેના પિતાનું નિધન થયું છે.

કોવિડ સ્મશાન

આ સમયે નેહા ભરૂચ પહોંચી ત્યારે તેના પિતાની જ્યાં અંતિમ વિધિ થઈ રહી હતી, ત્યાં કોવિડ સ્મશાનમાં તેના ભાઈ નીરજ મુંદ્રા સાથે પોંહચી હતી અને પિતાની ચિતા જોઈ ભારે આક્રંદ સાથે હૈયાફાટ રુદન કર્યું હતું. આ દ્રશ્ય જોઈ કોવિડ સ્મશાનમાં સૌની આંખોના ખૂણા ભીના થઇ ગયા હતા.

આ પણ વાંચો :પ્રવાસન ઉદ્યોગને માઠી અસર : ટ્રાવેલ એજન્ટોએ પ્રોત્સાહન આપવાની માંગ સાથે યોજી સાયકલ રેલી

દીકરીનું હૈયાફાટ રૂદન

કોરોના વાયરસના કારણે દોઢ વર્ષ બાદ નેહા પોતાના પિતાને મળવાની આશા સાથે ભરૂચ આવી હતી, પરંતુ જયારે તેને પોતાના પિતાને મળવાના બદલે ચિતા જોઈ તો નેહાની રુદનને જોઈ તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા.

દીકરીનું હૈયાફાટ રૂદન