Vadodara News/ વડોદરામાં અંકોડિયા ગામની સીમમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો : ઈજાના નિશાનને પગલે હત્યાની શંકા

વડોદરા પાસે આવેલા અંકોડિયા ગામની સીમમાંથી અંદાજે 25 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો યુવતીની હત્યા કરવામાં આવી હોવાની શંકા સેવાઈ રહી છે

Gujarat Vadodara
વડોદરા મા અંકોડિયા ગામની સીમમાં હત્યા

Vadodara News : વડોદરા પાસે આવેલા અંકોડિયા ગામની સીમમાંથી અંદાજે 25 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. અવાવરૂ જગ્યાએથી મળેલી લાશના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા છે. જેને કારણે યુવતીની હત્યા કરવામાં આવી હોવાની શંકા સેવાઈ રહી છે. આઅંગે પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જ્યારે યુવતીના મૃતદેહને ગોત્રી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાંઆવ્યો હતો.

યુવતીની લાશ અંકોડિયા ગામની સીમમાંથી મળી

આ બનાવની વિગત મુજબ વડોદરા પાસેના અંકો઼ડિયા ગામ પાસે ખેતરમાંથી આ યુવતીની લાશ મળી હતી. સ્થાનિક વ્યક્તિને આ અંગે જાણ થતા તેણે પોલીસને જાણ કરી હતી. જેને પગલે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ વિક્રમસિંહ ટાંક તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ તથા સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલમાં લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.

યુવતીની હત્યા થઈ હોવાની પોલીસને આશંક

જોકે મૃતક યુવતીની ઓળખ હજી સુધી થઈ શકી નથી. તે સિવાય પોલીસે અહીના આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે. અપરાંત આસપાસના લોકોની પણ પુછપરછ કરીને યુવતી અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન સ્થાનિક લોકોમાં આ હત્યાના બનાવને લઈને આક્રોશ સાથે ભયનો માહોલ છે. પોલીસે હત્યારા સુધી પહોંચવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

શરીર પર ઈજાના નિશાનને કારણે હત્યાની શંકા

આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ વિક્રમ ટાંકે કહ્યું હતું કે સ્થાનિક લ્યક્તિએ ખેતરમાં યુવતીની લાશ હોવાની માહિતી આપતા અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેમાં પ્રાથમિક તપાસ કરતા યુવતીના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જેને પગલે યુવતીની હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી જાણવા મળશે.

અગાઉ યુવતી સાથે લૂંટની ઘટના બની હતી

અંકોડિયા ગામના અગ્રણી અલ્પેશભાઈનું કહેવું છે કે થોડા સમય પહેલાં પણ અહીં એક યુવતી સાથે લૂંટનો બનાવ બન્યો હતો. હવે હત્યાની આવી દુઃખદ ઘટના બની છે. ગામના એકાંત વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી, જેને લઈને અમે પંચાયત દ્વારા વારંવાર વુડાને જાણ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  રાજકોટમા પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક કરી હત્યા

આ પણ વાંચો:  નખત્રાણામાં પરિણીતા સાથે આડા સબંધે 20 વર્ષના યુવાનની કરપીણ હત્યા

આ પણ વાંચો:  અમદાવાદ સરખેજમાં સિગારેટની નાની બાબતે યુવકની હત્યા, આરોપી સાજીદ ઉર્ફે શાહરુખ ફરાર