Gujarat Election/ ગુજરાતના શહેરમાં ભાજપનો દબદબો, શહેરીજનોને BJPમાં અતૂટ વિશ્વાસ!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. જે અંતગર્ત પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યું છે

Top Stories Gujarat
PM Modi Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. જે અંતગર્ત પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યું છે. હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢ સહિત આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનોની 44 શહેરી બેઠકો પર રાજકીય પક્ષો નજર રાખી રહ્યા છે.

ગુજરાતના રાજકિય સમીકરણની વાત કરીએ તો શહેરમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે, શહેરના મતદારો ભાજપ પર અતૂટ વિશ્વાસ રાખી રહ્યા છે, 2017માં ભાજપનો સખત  વિરોધ થઇ રહ્યો હતો એવામાં પણ ભાજપને શહેરના મતદારોએ ખોબાખોબે મત આપ્યા હતા. બે ટર્મના પરિણામ પરથી જોઇ શકાય છે.શહેરના મતદારો ભાજપ અને વડાપ્રધાન નેરન્દ્ર મોદી પર ખુહબ વિશ્વાસ રાખે છે. મોદીના વિકાસલક્ષી કામોને આજેપણ તે વખાણે છે,

2017ની વિધાનસભા ચૂંટણીમાં આ આઠ મુખ્ય શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ ઢીલી પડી હતી અને 44માંથી 38 બેઠકો જીત હતી, જે 1995 પછી સૌથી ઓછી બેઠક હતી. અલબત્ત ભાજપે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણમાં રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 99 બેઠકો પર જીતી હાંસલ કરી હતી. તે વખતની ચૂંટણી ઘણી રીતે મહત્વપૂર્ણ રહી હતી કારણ કે તે સમયે પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ ઉભરી આવેલા ત્રણ યુવા નેતાઓ –હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીના પડકારો વચ્ચે ચૂંટણીઓ યોજાઈ હતી. આ ત્રણેય નેતાઓના ઉદભવને કારણે ગ્રામીણ વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાજપ પાર્ટીને નુકસાન પહોંચ્યું છે.

વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની કુલ 44 શહેરી બેઠકોમાંથી ભાજપે 40 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જેમાં અમદાવાદની 16 બેઠકોમાંથી ભાજપે 13 બેઠકો પર જીત મેળવી હતી. તો સુરતના શહેરી વિસ્તારોમાં તમામે તમામ 12 બેઠકો અને તેવી જ રીતે વડોદરાના શહેરી વિસ્તારોની તમામ પાંચ બેઠકો જીતી હતી. તેવી જ રીતે ભાવનગર અને ગાંધીનગર શહેરની 2-2 બેઠક, એમ કુલ ચાર બેઠકો તેમજ રાજકોટના શહેરી વિસ્તારોમાં ભાજપે ચારમાંથી ત્રણ બેઠકો પર જીત હાંસલ કરી હતી.

વર્ષ 2017માં ભાજપે મુખ્ય આઠ શહેરો વિસ્તારોની 44 બેઠકોમાંથી 38 બેઠકો જીતી હતી. જેમાં અમદાવાદમાં 12 બેઠક, સુરતમાં 12 બેઠક, વડોદરામાં પાંચ બેઠક, રાજકોટમાં ચાર બેઠક, ભાવનગરમાં બે બેઠક અને જામનગરમાં શહેરી વિસ્તારની તમામ બંને બેઠકો પર વિજય મેળવ્યો હતો.