Gandhinagar News: ગુજરાતના ખેડૂતોને ગરીબ છે, બિચારા છે તેવું માનતા હોય તો આ વાત સાચી છે. પણ ઘણા ખેડૂતો એવા છે જે આ વાતને ખોટી પાડવામાં સફળ રહ્યા છે. આ ખેડૂતો પોતાને એગ્રી આંત્રપ્રિન્યોર ગણાવે છે. તેનો પુરાવો એ છે કે ગુજરાતે છેલ્લા એક વર્ષમાં સાત પાકના ઉત્પાદનું થઈને કુલ એક લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન કર્યુ છે. ગુજરાત આ સાતેય પાકના ઉત્પાદનમાં દેશમાં ટોચ પર હોવાનું નેશનલ સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ કહે છે.
અહીં સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતોએ રોકડિયા પાકમાં રોકાણ કરીને રીતસરની રોકડી કરી છે. તેની સાથે ગુજરાતમાં ખેતપેદાશ સાથે સંલગ્ન 80થી વધારે પેદાશનું કુલ મૂલ્ય લગભગ પોણા ચાર લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી જાય છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના રિપોર્ટ મુજબ 2024માં ગુજરાત સાત પાકના ઉત્પાદનમાં આખા દેશમાં ટોચનું રાજ્ય છે. આ પાક એરંડા, વરિયાળી, જીરું, તમાકુ પાન, મગફળી, વાલ અને કપાસનો સમાવેશ થાય છે. આ બધાનું કુલ મૂલ્ય 1.08 લાખ કરોડ રૂપિયા થાય છે.
તેમા અડધા ઉપરાંતનું મૂલ્ય તો કપાસનું જ છે, ગુજરાતમાં 53,371 કરોડ રૂપિયાના કપાસનું ઉત્પાદન થાય છે, પણ દેશમાં કુલ ઉત્પાદનમાં તેની હિસ્સેદારી 33 ટકા છે. પછીના ક્રમે મગફળીનું ઉત્પાદન રૂ. 26,409 કરોડ થયું છે. દેશના કુલ ઉત્પાદનમાં તેનો હિસ્સો 41 ટકાથી વધારે છે. જ્યારે ત્રીજા ક્રમે એરંડા આવે છે. એરંડાનું કુલ ઉત્પાદન રૂ. 11,100 કરોડનું થયું છે. તેનો દેશના કુલ ઉત્પાદનમાં હિસ્સો 83 ટકાથી વધારે છે. જ્યારે ચોથા ક્રમે જીરુંનું ઉત્પાદન થાય છે. તેનું કુલ ઉત્પાદન રૂ. 7,554 કરોડનું છે અને દેશમાં કુલ ઉત્પાદનમાં 63 ટકાથી વધુ હિસ્સો છે.
આ ઉપરાંત વાલનું ઉત્પાદન રૂ.4,214 કરોડનું થયું છે અને દેશમાં કુલ ઉત્પાદનમાં હિસ્સો 37 ટકાથી વધારે છે. જ્યારે તમાકુ પાનનું કુલ ઉત્પાદન રૂ.3,664 કરોડનું છે અને તેનો હિસ્સો 44 ટકાથી વધારે છે. જ્યારે વરિયાળીનું મૂલ્ય રૂ. 1,812 કરોડ છે અને દેશના કુલ ઉત્પાદનમાં તેનો હિસ્સો 80 ટકાથી વધારે છે.
2011-12માં ગુજરાતમાં કૃષિ સાથે સંકળાયેલા વિવિધ પાકો, શાકભાજી ફળો અને ખેતપેદાશોનું મૂલ્ય રૂ.1.48 લાખ કરોડ હતું જે દાયકામાં લગભગ બે ગણાથી પણ વધુ વધીને પોણા ચાર લાખ કરોડને આંબી ગયું છે. આમ છતાં આશ્ચર્યની વાત એ છે કે દેશના ખેત ઉત્પાદનમાં દાયકા પહેલા ગુજરાતની હિસ્સેદારી 7.77 ટકા હતી, જે 1.12 ટકા ઘટીને 6.65 ટકા થઈ છે.
આ ઉપરાંત ગુજરાત લીંબુ, માછલી, ચીકુ, બોર, દાડમ,પપૈયા, ઇસબગુલ તથા ઘાસચારાના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. ઔદ્યોગિક લાકડુ, બાજરી, ભીંડા, ગવારના ઉત્પાદનમાં ત્રીજું છે. મગ, અડદ, શેરડી શણ, બટાટાના ઉત્પાદનમાં ચોથા ક્રમે છે. જ્યારે સોયાબીન,કેરી, આંબળા, રીંગમ, કોબી, ફ્લાવરના ઉત્પાદનમાં ગુજરાત પાંચમાં ક્રમે છે. આમ ટોપ પાંચમાં આવતી પેદાશોનું કુલ મૂલ્ય લગભગ બે લાખ કરોડ રૂપિયા છે. દેશમાં કુલ ઉત્પાદનમાં તેની હિસ્સેદારી ચાર ટકાથી લઈ 18 ટકા સુધી છે.
આ ઉપરાંત ગુજરાતમાં દૂધ અને દૂધ સંલગ્ન પેદાશોનું મૂલ્ય રૂ. 78,672 કરોડછે. આમ દેશમાં કુલ ઉત્પાદનમાં તેનો હિસ્સો 7.04 ટકા છે. જ્યારે તેલીબિયાનું કુલ ઉત્પાદન રૂ. 44,756 કરોડ છે અને તેની હિસ્સેદારી 16.63 કરોડ છે. જ્યારે મસાલાનું ઉત્પાદન રૂ. 23,019 કરોડનું છે અને તેનું મૂલ્ય 10.62 ટકા છે. અનાજનું ઉત્પાદન રૂ. 21,075 કરોડ રૂપિયા છે અને દેશમાં કુલ ઉત્પાદનમાં ફક્ત 2.57 ટકા ફાળો છે. જ્યારે દાળનું ઉત્પાદન 8,457 કરોડ રૂપિયા છે અને કુલ ઉત્પાદનમાં તેનું મૂલ્ય 5.63 ટકા છે.
આ પણ વાંચો: સાયલા તાલુકાના ખેડૂતો આ રીતે ખેતી કરીને મેળવી રહ્યા છે આવક
આ પણ વાંચો: ખેતીના કાર્યો માટે સમયસર પૈસા આપના ખાતામાં પહોંચે તે કેન્દ્ર સરકારની ફરજ છે: PM મોદી
આ પણ વાંચો: કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરનો દાવો, ખેડૂતોની 10 ગણી વધી છે આવક
