સુરેન્દ્રનગર/ સાયલા તાલુકાના ખેડૂતો આ રીતે ખેતી કરીને મેળવી રહ્યા છે આવક

સાયલા ના ખેડૂત દિનેશભાઇ જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી ને સારી આવક મેળવી રહ્યા છે પહેલા રાસાયણિક ખેતી કરતા હતા જેમાં સારી આવક…

Gujarat Others
Untitled 217 સાયલા તાલુકાના ખેડૂતો આ રીતે ખેતી કરીને મેળવી રહ્યા છે આવક

ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહયા છે અને વિવિધ પ્રકારનું ઉત્પાદન કરીને આવક મેળવી રહ્યા છે ત્યારે સાયલા ના ખેડૂત દિનેશભાઇ જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી ને સારી આવક મેળવી રહ્યા છે પહેલા રાસાયણિક ખેતી કરતા હતા જેમાં સારી આવક મળતી ન હતી. છેલ્લા પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું છેલ્લા પાંચ વર્ષ થી આ ખેતી કરી રહ્યા છે. જંગલ મોડેલ આધારિત ખેતીમાં કોઈ ખેડ કર્યા વગર ખેતી કરી રહ્યા છે. આ ખેતી માં બધા પાક ભેગા વાવવાના હોય છે.

આ પણ વાંચો :સુરતમાં 3 વર્ષના બાળકને મ્યુકોરમાઈકોસિસ થતાં મચી દોડધામ, રાજ્યનો આ પહેલો કિસ્સો

દિનેશભાઇ પોતે પોતાના ખેતરમાં 25 થી 30 પાકનું વાવેતર કરી રહ્યા છે. જેમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રુટ ની ખેતી કરવામાં આવે છે ફ્રુટમાં દાડમ,ચીકુ,જામફળ સીતાફળ,સાથે શાકભાજી નું વાવેતર કરવામાં આવે છે. જુવાર, બાજરી મકાઈ જેવા અનાજનું પણ વાવેતર થાય છે. સાથે ચોળી, મગ,અડદ જેવા કઠોળ નું ઉત્પાદન કરવામાં આવે છે. આ વિસ્તારમાં થતા બધા પાકનું વાવેતર કરવામાં આવે છે.

આ પણ વાંચો :રાજ્ય હજુ બે દિવસભારે વરસાદ ની આગાહી,દક્ષિણ ગુજરાત રેડ એલર્ટ અપાયું

આ ખેતીમાં ખર્ચ ખૂબ ઓછો હોય છે. દિનેશભાઇ પોતાના ખેતરમાં જે ઉત્પાદન લે છે તેનું વેચાણ પોતે પોતાના ફાર્મ ઉપરથી જ કરે છે દિનેશભાઈ પોતે પોતાના પંદર વિધામાં ખેતરમાં વર્ષે સાત લાખની આવક મેળવી રહ્યા છે. ગાય આધારિત ખેતી હોવાથી સરકાર તરફથી વર્ષે ગાય નિભાવ યોજનામાં દસ હજાર આઠસોની સહાય મેળવી રહ્યા છે. આ ખેતી કરવાથી જમીન પણ સારી રહે છે વરસાદ નું પાણી જમીનમાં જાય છે.જેથી ઉત્પાદન પણ સારું મળે છે અને જમીન પણ સારી રહે છે.

આ પણ વાંચો :ગુજરાતમાં કપ્પા વેરિયન્ટના 5 કેસ નોંધાયા, પંચમહાલમાં એકનું મોત