ચિંતાજનક / સુરતમાં 3 વર્ષના બાળકને મ્યુકોરમાઈકોસિસ, રાજ્યનો આ પહેલો કિસ્સો

સુરત સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના એક કિશોરને દાખલ કરાતા ત્રીજી લહેરની દહેશતે ફરી તંત્રની ઊંઘ હરામ કરી નાખી છે….

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. કેટલાય રાજ્યોએ આને લઇને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે આવામાં ગુજરાતના સુરતમાં 3 વર્ષના બાળકને મ્યુકોરમાઇકોસિસ થતા દોડધામ મચી ગઈ છે. 3 વર્ષના બાળકને મ્યુકોરમાઇકોસિસનો સુરતમાં પ્રથમ કેસ સામે આવ્યો છે.

આ પણ વાંચો :ગોત્રી મેડિકલ કોલેજમાં રેગીંગની ઘટના,સિનિયર ડોક્ટરોએ જુનિયરોનું રેગીંગ કરતાં ચકચાર

આ સાથે જ સુરત સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષના બાળકને મ્યુકોરમાઈકોસિસ શંકાસ્પદ કોરોનાના એક કિશોરને દાખલ કરાતા ત્રીજી લહેરની દહેશતે ફરી તંત્રની ઊંઘ હરામ કરી નાખી છે. નાની ઉંમરના બાળકને મ્યુકોરમાઈકોસિસની બિમારી થવાનો આ પહેલો કિસ્સો હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે.સિવિલ હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર એક 14 વર્ષના શંકાસ્પદ કોરોનાગ્રસ્ત કિશોરને સિવિલમાં દાખલ કરાયો છે . જોકે હજી તેનો RTPCR રિપોર્ટ આવવાનો બાકી છે.

ડૉક્ટરોના જણાવ્યા મુજબ 3 વર્ષના બાળકનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુકરમાઇકોસિસની સાથે સાથે કોરોના હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકના આંખ, કાન અને દાંતના ડોક્ટરોને તપાસ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. એટલું જ નહીં બાળકની સ્થિતિ નાજુક હોવાને કારણે તેને હાયર સેન્ટર પર રીફર કરવામાં પણ આવ્યો છે.

આ પણ વાંચો :લીંબડી તાલુકા ના નાનીકઠેચી ગામના માછીમારોને પગડીયા કીટનું વિતરણ કરાયું

કોરોનાની સાથે સાથે 3 વર્ષના બાળકને મ્યુકોરમાઇકોસિસ નામની જીવલેણ બીમારીના દર્દીઓમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  મહત્વનું છે કે બીજી લહેરમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસના કેસમાં ભરમાર વધારો જોવા મળ્યો હતો જેમા અનેક લોકોને જીવ ગુમાવ્યા હતા અને મ્યુકોરમાઈકોસિસને કારણે અનેક લોકો પર સર્જરી પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને મ્યુકોર માઇકોસિસ અંગે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોંગદનામું કર્યું છે. આ સોગંદનામામાં રાજ્યમાં કોરોનાના કેસ ધટ્યા હોવાથી નિયંત્રણોમાં છૂટછાટ આપી હોવાની રજૂઆત કરી છે.

આ પણ વાંચો : રોડના નાણા ગજવાભેગા કરીને લોકોના હાડકા ભાંગવાની પૂર્ણ વ્યવસ્થા કરી રાખવામાં આવી છે : અર્જુન મોઢવાડિયા


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment