Surendranagar/ જિલ્લામાં કોરોના વેકસીન આપ્યા બાદ લોકોને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાયા

સમગ્ર દેશમાં આજથી કોરોના વેકસીન અભિયાન શરૂ થયું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ જગ્યાએ આજથી કોરોના વેકસીનની શરૂઆત કરવામાં આવી હતી….

Gujarat Others
sssss 26 જિલ્લામાં કોરોના વેકસીન આપ્યા બાદ લોકોને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાયા

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સમગ્ર દેશમાં આજથી કોરોના વેકસીન અભિયાન શરૂ થયું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ જગ્યાએ આજથી કોરોના વેકસીનની શરૂઆત કરવામાં આવી હતી.

જેમાં સુરેન્દ્રનગર શહેરમાં ગાંધી હોસ્પિટલ, તેમજ સી.યુ.શાહ મેડીકલ કોલેજ, અને લીંબડી સરકારી હોસ્પિટલમાં આ રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ હોસ્પિટલનાં ડોક્ટર તેમજ કોરોના વોરિયર્સ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોરોના વોરિયર્સને રસી વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ વડાપ્રધાનનું લાઈવ સંબોધન લોકોએ નિહાળ્યું હતું. ત્યારબાદ કોરોના વોરિયર્સ ને રસી આપવામાં આવી હતી.

કોરોના રસી આપ્યા બાદ તે લોકોને 30 મિનિટ માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. જો કોઈને રસીની આડઅસર થાય તો તેને સારવાર તાત્કાલિક મળી રહે તે માટે ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં 7900 લોકો જે કોરોના વોરિયર્સ છે જેમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા લોકોને પહેલાં તબક્કામાં આપવા માં આવનાર છે. આજે જે લોકોએ રસી લીધી હતી તેમાં ડોક્ટર, નર્સ, તેમજ સ્ટાફના લોકો દ્વારા પણ લોકોને અપીલ કરી હતી કે આ રસી લેવી તે જરૂરી છે આની રસીની કોઈ આડ અસર પણ નથી. રસી આપવા માટે તે લોકોએ સરકાર નો આભાર માન્યો હતો.

Gujarat: કલેક્ટરનાં હુકમનું છડેચોક ઉલ્લંઘન, દબંગોએ પોતાના દબાણો બચાવવ…

Ahmedabad: ઉત્તરાયણના 2 દિવસોમાં કચરાનો થયો ઢગલો, AMCએ આટલા કિલો વેસ્ટ …

Ahmedabad: પોલીસે મહિલાને જાહેરમાં માર્યા લાફા, ઘટના કેમેરામાં થઇ કેદ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો