નિધન/ બિગ બોસ 14 ના ટેલેન્ટ મેનેજર પિસ્તા ધાકડનું દર્દનાક મોત, સેટની બહાર જ ઘટી દુર્ઘટના

પિસ્તા વિકેન્ડ કા વાર શૂટિંગ બાદ ટુ વ્હિલરથી તેના એક સહાયક સાથે જઇ રહી હતી, ત્યારે કાર અચાનક ખાડામાં ગઈ અને બંને પડી ગયા. આ પછી અજાણતાં પાછળથી આવી રહેલ એક વેનિટી વાન પિસ્તાની ઉપરથી નીકળી ગઈ હતી જેનાથી પિસ્તાનું મોત થયું હતું.

Entertainment
a 229 બિગ બોસ 14 ના ટેલેન્ટ મેનેજર પિસ્તા ધાકડનું દર્દનાક મોત, સેટની બહાર જ ઘટી દુર્ઘટના

રિયાલિટી શો ‘બિગ બોસ’ ને લગતા દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. ‘બિગ બોસ 14’ ટેલેન્ટ મેનેજર પિસ્તા ધાકડનું નિધન થયું છે. પિસ્તા ફક્ત 24 વર્ષની હતી. શુક્રવારે મોડી રાત્રે કાર અકસ્માતમાં પિસ્તાનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ‘બિગ બોસ 14’ ની વિકેન્ડ કા વાર  શૂટિંગ બાદ પિસ્તા ટીમ સાથે પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

એક વેબસાઇટ પરના અહેવાલ મુજબ, પિસ્તા વિકેન્ડ કા વાર શૂટિંગ બાદ ટુ વ્હિલરથી તેના એક સહાયક સાથે જઇ રહી હતી, ત્યારે કાર અચાનક ખાડામાં ગઈ અને બંને પડી ગયા. આ પછી અજાણતાં પાછળથી આવી રહેલ એક વેનિટી વાન પિસ્તાની ઉપરથી નીકળી ગઈ હતી જેનાથી પિસ્તાનું મોત થયું હતું.

પિસ્તા લાંબા સમયથી એન્ડેમોલ સાથે કામ કરતી હતી. પિસ્તા ધાકડે ‘બિગ બોસ’ સિવાય ‘ખતરો કે ખિલાડી’ શોમાં પણ કામ કર્યું છે. પિસ્તાના મોતથી ફક્ત પ્રોડક્શન હાઉસ જ નહીં પરંતુ ટીમને પણ મોટો ઝટકો લાગ્યો છે. પિસ્તાના અવસાન પછી સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ભીની આંખોથી તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો