Housefull 5 Release Date/ અક્ષય કુમાર ફરી આવી રહ્યો છે ધૂમ મચાવવા, ‘હાઉસફુલ 5’ આ દિવસે થશે રિલીઝ

અક્ષય કુમારની મચઅવેટેડ ફિલ્મ ‘હાઉસફુલ 5’ની જાહેરાત કરવામાં આવી છે. ખિલાડી કુમારે આ ફિલ્મની રિલીઝ ડેટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Entertainment

‘હાઉસફુલ 5’ ફરી ફેન્સને હસાવી હસાવી લોતપોત કરવા આવી રહી છે. અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે 6 જૂને રિલીઝ થશે. આ જાહેરાતની સાથે જ ખિલાડી કુમારે એક પોસ્ટ અને પોસ્ટર બંને શેર કર્યા છે જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે.

આ પોસ્ટ લખી

અક્ષય કુમારે ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટર શેર કરી છે. આ પોસ્ટરની બેકગ્રાઉન્ડમાં છેલ્લી ચાર સિરીઝના નામ ઉપરાંત આગામી 5મી સીરિઝનું નામ લખવામાં આવ્યું છે. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું કે- ‘પાંચમી વખત તમારું મનોરંજન કરવા આવી રહ્યો છું. 6 જૂન, 2025ના રોજ થિયેટરમાં જલ્દી મળીશું. સાજિદ નડિયાદવાલા, હાઉસફુલ 5. ડિરેક્ટર તરુણ મનસુખની.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

મુલતવી રિલીઝ તારીખ

અગાઉ એવા અહેવાલ હતા કે આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થઈ શકે છે. પરંતુ મેકર્સે આ ફિલ્મની તારીખ થોડી આગળ વધારી. આ ફિલ્મ હવે 6 જૂન, 2025ના રોજ રિલીઝ થશે. ખિલાડી કુમારની આ જાહેરાત બાદ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મનું શૂટિંગ યુકેમાં થશે.

આ ફિલ્મના બાકીના ભાગોની વાત કરીએ તો ‘હાઉસફુલ’નો પહેલો ભાગ વર્ષ 2010માં રિલીઝ થયો હતો. આ પછી વર્ષ 2012માં રિલીઝ થયેલી ‘હાઉસફુલ 2’ આવી. આ પછી વર્ષ 2016માં હાઉસફુલ 3 અને પછી વર્ષ 2019માં ‘હાઉસફુલ 4’ રિલીઝ થઈ. આ ફિલ્મના તમામ ભાગોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.

આ ફિલ્મમાં છેલ્લે જોવા મળેલા  અક્ષય કુમાર છેલ્લે ‘OMG 2’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આમાં અક્ષયની સાથે પંકજ ત્રિપાઠી પણ લીડ રોલમાં હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો.



આ પણ વાંચો:અજય દેવગનને આંખ પાસે થઈ ઈજા , આ ફિલ્મનું કરી રહ્યો હતો શૂટિંગ

આ પણ વાંચો:Sam Bahadur Released/વિકી કૌશલની ફિલ્મે પહેલા દિવસે જ આટલા કરોડની કમાણી કરી

આ પણ વાંચો:Animal review/રણબીરની શાનદાર એક્ટિંગ, એક પળ માટે પણ નજર હટાવવી મુશ્કેલ, ફિલ્મ લાંબી પણ આકર્ષક