Gujarat/ કલેક્ટરનાં હુકમનું છડેચોક ઉલ્લંઘન, દબંગોએ પોતાના દબાણો બચાવવા ગામને લીધું માંથે

કલેક્ટરે જમીન માંગણી રદ કર્યાનો હુકમ કર્યો છતાં ગીરગઢડા ગૌ શાળા સંચાલકોએ સમીતી બનાવી ગે.કા. ગૈચર જમીન પર દુકાનો બનાવી વેચી મારી…

Gujarat Others

@કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઉના

ગીરગઢડા તાલુકાનાં હદયક્ષમા વિસ્તારમાં રોડ ટચની કરોડો રૂપિયાની સરકારની માલીકીની ગૌચર જમીન પર ગૌશાળા નામે જમીન પર દબાણ કરી જીલ્લા કલેક્ટરનના હુકમનો અનાદર કરી 29 દુકાનો બનાવી વેચી મારી કરોડો રૂપિયાની આવક વિકાસ નામે એકત્ર કરી અન્ય ગોચરના સર્વે નંબરમાં મોટા મોટા 189 જેટલા દબાણો ઉભા કરીને પોતાની કમાણી કરી રહ્યા હોય.

આ ગે.કા. દબાણોનું સત્ય બહાર આવતા અને ડિમોલેશન ન થાય તે માટે તંત્રને દબાવવા અને અખબારોને સત્ય સમાચારો પ્રસિધ્ધ ન કરે તે માટે અખબારો અને તેના પ્રતિનીધીનો બહિષ્કાર કરવો અને આર.ટી.આઇ.એક્ટીવીસ્ટ રેકર્ડ આધારીત માહીતીથી વંચિત રહે તેવું ઇમોસ્નલી બ્લેકમેઇલ આ ગૌચર જમીન ના ગે.કા.કબ્જો કરનારા વ્હાઇટ કોલર આગેવાનોએ ગામના દરેક સમાજનાં નાના મોટા લોકોને એકત્ર કરી મીટીંગો કરી ગામ બંધ રખાવી મકરસંક્રાતી પર્વ નિમીતે સામાન્ય લોકો રોજી કમાવતા લોકોને દુધ, શાકભાજી, લારી મજુરી પણ કરી ન શકે કે જીવન જરૂરીયાત આવશ્યક ચિજવસ્તુથી વંચિત રહે તેવું કૃત્ય કરી અને પોતાએ કરેલી ચોરીને ઢાંકવા  સીના ચોરી કરવા ગામમાં નિકળતા હવે તો આ ગોચરભૂમી પરના દબાણો તંત્રએ જળમૂળ માંથી ઉખેડી કાઢવા મક્કમ મન બનાવી નવા બનેલા કાયદા હેઠળ ગુન્હો દાખલ કરી જેલમાં મોકલવાની તડામાર તૈયારીઓ રેકર્ડ પર શરૂ કરી દીધી હોવાનું તંત્ર માંથી જાણવા મળેલ છે.

ગીરગઢડા ગામે ગોચર સર્વે નં.32/1 પૈકી 1ની જમીન માંથી 1-25-96 હેક્ટર ચોરસ મીટર જમીન પર દબાણ કરી દબાણ વાળી જમીન નિયમીત કરી આપવા માંગણી રાધાવલ્લભ ગૌસેવા ટ્રસ્ટએ કલેક્ટર પાસે કરેલી જે અનુસંધાને મામલતદાર ગીરગઢડા તથા ના.કલેક્ટરમાં દરખાસ્ત રજુ કરેલ જેમાં દબાણ અંગે જમીન મહેસુલ કાયદાની જોગવાય મુજબ કાર્યવાહી થયેલ નથી. તેમજ ગૌચર સર્વે નં.32/1 પૈકી 1ની જમીન પર ગે.કા. દબાણ કરેલ છે. સરકારના તા.1 એપ્રિલ 2015 ના ઠરાવથી નવી ગૈચરનીતી અમલમાં આવેલ છે. અને ગૌચર જમીન ફાળવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ગામતળની જમીન ગૌશાળા પાંજરાપોળ માટે ફાળવી શકાય નહીં તેવી જોગવાય હોય જેથી રાધાવલ્લભ ગૌસેવા ટ્રસ્ટ ગીરગઢડાને જમીનની માંગણી રદ કરી કલેક્ટરે ગૌચરની જમીનમાં થયેલા દબાણો અંગે કાર્યવાહી કરી દૂર કરવા આદેશ કરેલો અને પંદર દિવસમાં તેનો અહેવાલ મામલતદાર, તાલુકા વિ.અધિકારી અને પ્રાંત અધિકારીએ ઉપલી કચેરીએ મોકલવા હુકમ કરેલ હોવા છતાં ગીરગઢડા રાધાવલ્લભ ગૌશાળા ટ્રસ્ટ તથા સોનાપુર સમીતી નામે ગામના કહેવાતા આગેવાનોએ વિકાસના નામે સમગ્ર ગ્રાજનોને સંકલનમાં લઇ ગૌચરની જમીનો પર ગે.કા.29 દુકાનો બનાવી કરોડો રૂપિયામાં વહેચી નાખી હતી. આ ઉપરાંત 189 જેટલા લોકોએ પણ કરોડોની જમીનો પર મોટા કોમર્સીયલ બાંધ કામો કરી દબાણો કરેલ છે. આ બાબતના અખબારી અહેવાલો દરેક અખબારોએ પ્રસિધ્ધ કરેલ હોય અને દબાણો દૂર કરવાની તંત્રએ કાર્યવાહી હાથ ધરે તે પહેલા તંત્ર અને સરકાર પર દબાણ લાવવા ગામને બંધ રખાવ્યુ, અખબારોનો બહિષ્કાર કરી લોકશાહીને કલંક લાગેલ તેવું કૃત્ય આ ગૌચર જમીન પર ગે.કા.દુકાનો ઠોકી બેસાડનાર આગેવાનોએ જાહેરમાં બોર્ડ મુકી લાજવાને બદલે ગાજ્યા હતા.

ઊના પ્રાંત અધિકારી રાવલે મિડીયા કર્મીઓને જણાવેલ કે ગીરગઢડાના આગેવાનો દ્રારા ગામ બંધ રખાવુ, અખબારોનો બહિષ્કાર કરવો તે દુખદ ધટના ગણાવી હતી. અને વધુમાં જણાવેલ કે ગામ બંધ રહે કે અખબારોનો બહિષ્કાર કરવે પણ ગૌચર જમીન પર દબાણ કરી દુકાનો બનાવી વેચાણ કરેલ છે. તેવા જવાબદાર લોકો સામે લેન્ઠગ્રેબિન હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને તેનો પ્રાથમિક રીપોર્ટ પણ મંગાવામાં આવેલ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે..

ગૌચર જમીન પર થયેલા દુકાનોના દબાણોના અખબારોમાં અહેવાલ પ્રસિધ્ધ થતાં અને તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ થવાના એંધાણ આગેવાનોને થતાં જાણે કે તેના પેટમાં તેલ રેડાયુ હોય તેમ તાત્કાલીક અખબારો સામે રોષ વ્યક્ત કરી સકારી અધિકારી કનડગત કરતા હોવાનું જણાવી તંત્ર અને સરકાર ઉપર ઇમોસ્નલ દબાણ લાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. તો શું અખબારોના સત્ય અહેવાલ આવવાથી અસત્ય છુપાશે નહીં તેવો પણ પ્રશ્નો ઉઠ્યો છે.

આર ટી આઇ એક્ટીવીસ્ટ હર્ષદભાઇ બાંભણીયા દ્વારા ગીરગઢડાના જામવાળા રોડ પર સર્વે નં.32/1પૈકી 1 ની જમીન પર ગે.કા.29 દુકાનો બનેલ હોય આ સંદર્ભે તા.30 ડિસે.2020ના ગીરસોમનાથ જીલ્લા કલેક્ટર કચેરી સમક્ષ પ્રથમ નવા કાયદા હેઠળ લેખિત ફરીયાદ આપી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાયેલ હતી.

Gandhinagar / ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ધરણા, અમિત ચાવડા અને પરેશ ધાના…

Rajkot / રાજકોટમાં વડાપ્રધાનના હસ્તે કોરોના વેક્સિનનું 6 સ્થળોએ ઈ-લોન…

Ahmedabad: ઉત્તરાયણના 2 દિવસોમાં કચરાનો થયો ઢગલો, AMCએ આટલા કિલો વેસ્ટ …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો