કપ્પા વેરિયન્ટના 5 કેસ એક તરફ રાજ્યમાં કોરોના વાયરસને હરાવવા માટે ટેસ્ટિંગની સંખ્યા વધારવાની સાથે લોકો રસી માટે આગળ આવે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. એવામાં નવા વેરિયન્ટ્સ પણ ચિંતા વધારી રહ્યા છે. ગુજરાતમાં કપ્પા વેરિયન્ટના પોઝીટીવ કેસ સામે આવ્યો છે.જેમાં આ વેરિયન્ટથી દર્દીનું રાજ્યમાં પ્રથમ મોત થયાનું પણ સામે આવ્યું છે, દર્દીના મૃત્યુના કારણે પંચમહાલ આરોગ્ય વિભાગના અધિકારીઓએ ગોધરા તાલુકાના મુવાડા ગામમાં ધામાં નાખ્યા છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના સાબરકાંઠાના તલોદ,મહેસાણા અને પંચમહાલના ગોધરા તાલુકામાં કપ્પા વેરિયન્ટના દર્દીઓ મળી કુલ ત્રણ દર્દીઓ નોંધાવા પામ્યા છે.
આ પણ વાંચો :સુરતમાં 3 વર્ષના બાળકને મ્યુકોરમાઈકોસિસ થતાં મચી દોડધામ, રાજ્યનો આ પહેલો કિસ્સો
ગોધરા તાલુકાના અંદરના મુવાડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતકની અંતિમવિધિમાં જોડાયેલા તેમજ તેમના પરિવારજનોનું ટ્રેસિંગ કરી 22 જેટલા વ્યક્તિઓ ક્લોઝ કોન્ટેકટ સહિત કુલ 50 ઉપરાંત લોકોના કોરોના અંગેના સેમ્પલ મેળવાયા હતા. 22 વ્યક્તિઓ જે ક્લોઝ કોન્ટેક્ટમાં હતા તેઓના આર.ટી.પી.સી.આર ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.કપ્પા વેરિયન્ટના 5 કેસ ગોધરા તાલુકાના અંદરના મુવાડા ગામના કપ્પા વેરિયન્ટ મૃતક દર્દીને ડાયાબીટીસ અને ગેંગરીનની બીમારી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :મોબાઇલ પોકેટ કોપનો ઉપયોગ કરી મોટર સાયકલ ચોરીનો ગુનો ઉકેલાયો
રાજ્યમાં કોરોનાના નવા કેસ પર મોટો કાબૂ આવી ગયો છે પરંતુ કપ્પા વેરિયન્ટે ફરી કંપારી છોડાવી દીધી છે. ગોધરામાં જે વ્યક્તિના કોરોનાના સેમ્પલ અમદાવાદમાં લેવામાં આવ્યા હતા, તે વ્યક્તિના કપ્પા વેરિયન્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે 22 દિવસે આ કમ્પા વેરિયન્ટનો રિપોર્ટ આવ્યો તે પહેલા જ દર્દીનું મોત થઈ ગયું હતું.
કપ્પા વેરિયન્ટથી મોતને ભેટેલા વ્યક્તિના પરિવારના સગા કે જેઓ અંતિમ વિધિ અને અંતિમ સંસ્કારમાં જોડાયા હતા તેમની પણ તપાસ કરીને તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે. મૃતકના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા 22 વ્યક્તિઓ સહિત કુલ 50ના કોરોના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવશે. આ સાથે આ વ્યક્તિઓ બહાર અન્ય વ્યક્તિઓના સંપર્કમાં ના આવે તે માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી શકે છે.
આ પણ વાંચો :રોડના નાણા ગજવાભેગા કરીને લોકોના હાડકા ભાંગવાની પૂર્ણ વ્યવસ્થા કરી રાખવામાં આવી છે : અર્જુન મોઢવાડિયા
અત્રે ઉલ્લેખનિય છે કે, તલોદ, મહેસાણા અને ગોધરામાં કપ્પા વેરિયન્ટના દર્દીઓના કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. નિષ્ણાંતોએ આ અંગે જણાવ્યું છે કે કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાતા નવા વેરિયન્ટ સર્જાય છે.
રાજ્યમાં કોવિડ 19 SARC-COV-2 ના જીનોમ સિક્વન્સના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ હવે કપ્પા વાઇરસના ત્રણ કેસ જોવા મળ્યા છે. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે આઠ શંકાસ્પદ સેમ્પલ મોકલ્યાં હતાં, જેમાંથી બે સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો હતો. અગાઉ મે મહિનામાં પણ એક સેમ્પલમાં કપ્પા વાઇરસ જોવા મળ્યો હતો. જોકે કપ્પા વેરિયન્ટ કેટલો ઘાતક છે એ અંગે વૈશ્વિક સ્તરે અભ્યાસ થઈ રહ્યા છે.
