Not Set/ મહાજંગ-2019 : હાર્દિક પટેેલે ભાજપની દેખાઇ રહેલી જીતને જનતાની નહી પણ ભાજપની જીત ગણાવી

ગુજરાતમાં જ્યા ભાજપ 2014નું પુનરાવર્તન કરી રહ્યુ છે, ત્યારે કોંગ્રેસ એકવાર ફરી ગુજરાતને ફતેહ કરવામાં અસફળ સાબિત થઇ રહ્યુ છે. કોંગ્રેસને જ્યા હાર દેખાઇ રહી છે ત્યારે હાર્દિક પટેલે એક ટ્વીટ કરી ભાજપને બાનમાં લીધી છે. હાર્દિકે કહ્યુ કે, ‘કોંગ્રેેસ અને રાહુલ ગાંધીએ ઇમાનદારીથી ચૂંટણીમાં જનતાની વાત રાખી છે. અમે પ્રમાણિકતાની સાથે મેદાનમાં હતા. જનતાએ […]

Gujarat Others

ગુજરાતમાં જ્યા ભાજપ 2014નું પુનરાવર્તન કરી રહ્યુ છે, ત્યારે કોંગ્રેસ એકવાર ફરી ગુજરાતને ફતેહ કરવામાં અસફળ સાબિત થઇ રહ્યુ છે. કોંગ્રેસને જ્યા હાર દેખાઇ રહી છે ત્યારે હાર્દિક પટેલે એક ટ્વીટ કરી ભાજપને બાનમાં લીધી છે.

હાર્દિકે કહ્યુ કે, ‘કોંગ્રેેસ અને રાહુલ ગાંધીએ ઇમાનદારીથી ચૂંટણીમાં જનતાની વાત રાખી છે. અમે પ્રમાણિકતાની સાથે મેદાનમાં હતા. જનતાએ ભાજપાને નહી પણ બેઇમાનીએ ભાજપાને જીત અપાવી છે. તમે મને ચાહો તો ગાળો આપી શકો છો પરંતુ સત્ય બોલવુ જરૂરી છે. દેશમાં જનતાનાં મોઢા પર ખુશી નથી.’

https://twitter.com/HardikPatel_/status/1131458016090308608

આપને જણાવી દઇએ કે, લોકસભાની ચૂંટણીમાં પાટીદારોનાં નેતા અને હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ જામનગર બેઠક પરથી લોકસભાની ટીકીટ મળવાની હતી પરંતુ તેના પર ઘણા કેસ હોવાના કારણે કોંગ્રેસ તેને મેદાને લડાવી ન શકી. જો કે હવે જોવાનું રહેશે કે, હાર્દિક પટેલ લોકસભાનું પરિણામ આવ્યા બાદ આ જ નિવેદન સાથે એકવાર ફરી સામે આવશે.