સુરત,
સુરતના વરાછામાં મહિલાને લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર કરવાના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપી મહિલાને સુરતથી સિંગાપોર અને થાઈલેન્ડ ખાતે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં પણ યુવતીના રૂપિયાથી વિદેશમાં ફરવા ગયા હોવાનો આરોપ પણ કરવામાં આવી રહ્યો છે.
યુવતીએ ઉછીના આપેલા રૂપિયાની માંગણી કરતા તેને માર મારવામાં આવ્યો આરોપ કરવામાં આવ્યો છે. જેથી પોલીસે મયંક નામના આરોપીની ધરપકડ કરી છે. તેમજ વધુ પૂછપરછ હાથ ધરી છે.
