Mehsana News: મહેસાણા સ્થિત મલ્ટી-સ્ટેટ અર્બન બેંકની ચૂંટણીમાં એપોલો ગ્રુપના ધારાસભ્ય મુકેશ પટેલ અને આનંદ પટેલ સહિત અનેક નેતાઓ મેદાનમાં ઉતરતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. ડિરેક્ટરની આઠ બેઠકો માટે કુલ 69 ઉમેદવારી પત્રો દાખલ થયા છે. સોમવારે આની ચકાસણી કરવામાં આવશે. 25મી તારીખે ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા બાદ હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.અર્બન બેંકમાં બે કરતાં વધુ ટર્મ બાદ આઠ ડિરેક્ટરોએ સ્વૈચ્છિક રાજીનામું આપી દેતાં ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ છે. જેમાં શુક્રવારે છેલ્લા દિવસે ભૂતપૂર્વ ડિરેક્ટર આરડીએના ભાઈ અનિલભાઈ પટેલ અને મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ઉમેદવારી પત્રો ભર્યા હતા.
એપોલો ગ્રુપના આનંદભાઈ પટેલે પણ ઉમેદવારી પત્રો ભર્યા હતા. રાજીનામું આપનારા બે ડિરેક્ટરોએ પણ તેમના પરિવારમાંથી ઉમેદવારી પત્રો ભર્યા છે.જોકે, ઉમેદવારોની યાદી શનિવારે જાહેર કરવામાં આવશે. ત્યારબાદ 21મી તારીખે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે, જેમાં માન્ય ઉમેદવારો હશે. 25 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે અને ત્યારબાદ 3 ઓગસ્ટના રોજ હરીફ ઉમેદવાર માટે મતદાન થશે અને 4 ઓગસ્ટના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે.
દરમિયાન, બંને જૂથો માટે જી.કે. પટેલ અને ડી.એમ. પટેલ માટે ઉમેદવારોની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ, ભાજપ નેતૃત્વ ચૂંટણી બિનહરીફ થાય તે માટે કામ કરી રહ્યું છે. જોકે, છેલ્લી ચૂંટણી બિનહરીફ થઈ હતી અને શાસક જૂથના કેટલાક ઉમેદવારો આ વખતે વિપક્ષી જૂથમાં છે. તેથી, જો ચૂંટણી યોજાય તો પરિણામોમાં નવા અને જૂના ઉમેદવારો હોઈ શકે છે.
આ પણ વાંચો:મહેસાણાના બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલ 6 કિશોર ભાગી છૂટ્યા
આ પણ વાંચો:મહેસાણામાં બહુચરાજીમાં દારુના વધતા દૂષણથી લોકો ભારે નારાજ
