Not Set/ આ કારણોસર મૂકેશ અંબાણી અને સુનિલ મિત્તલ થઈ શકે છે આમને સામને

દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સના ચેરમેન મૂકેશ અંબાણી તથા  એરટેલના ચેરમેન સુનિલ ભારતી મિત્તલમાં જલદી નવી સ્પર્ધા શરૂ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૂકેશ અંબાણી તથા સુનિલ ભારતી મિત્તલ સંકટ સામે ઝઝૂમી રહેલી ઇન્ડિયન ટેલિવિઝન નેટવર્ક ઝી એન્ટરટેઇનમેન્ટમાં હિસ્સેદારી માટે બોલી લગાવી શકે છે.  વર્તમાન સમયમાં બંને  વિશ્વના બીજા સૌથી મોટા મોબાઇલ બજારમાં […]

Business
mukesh ambani vs sunil mittal આ કારણોસર મૂકેશ અંબાણી અને સુનિલ મિત્તલ થઈ શકે છે આમને સામને

દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સના ચેરમેન મૂકેશ અંબાણી તથા  એરટેલના ચેરમેન સુનિલ ભારતી મિત્તલમાં જલદી નવી સ્પર્ધા શરૂ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૂકેશ અંબાણી તથા સુનિલ ભારતી મિત્તલ સંકટ સામે ઝઝૂમી રહેલી ઇન્ડિયન ટેલિવિઝન નેટવર્ક ઝી એન્ટરટેઇનમેન્ટમાં હિસ્સેદારી માટે બોલી લગાવી શકે છે.  વર્તમાન સમયમાં બંને  વિશ્વના બીજા સૌથી મોટા મોબાઇલ બજારમાં ટેલિકોમ સર્વિસ માટે પ્રતિદ્વંદ્રી બની રહ્યા છે.

ઝીના એક પ્રતિનિધિએ આ અંગેના સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું પરંતુ એટલું જણાવ્યું હતું કે ઘણા પોટેન્શિયલ પાર્ટનર્સસાથે  સાથે  વાતચીત ચાલી રહી છે.  ભારતી એરટેલના પ્રવક્તાએ ઝીમાં ભાગીદારી ખરીદવાની વાતને ખોટી ગણાવી હતી.  અને રિયાન્સ ઇન્ફોકોમે પણ આ  અંગે કોઈ ફોડ નથી પાડ્યો.

આ ક્ષેત્રના નિષ્ણાતનું માનવું છે કે  રિલાયન્સ જિઓ અને એરટેલે નિયંત્રણ માટે ઝી એન્ટરટેઇનમેન્ટની ભાગીદારી ખરીદવા માંગતી હોય એ જરૂરી નથી. ભારે કરજ બોજમાં ડૂબેલી ઝી એન્ટરટેઇનમેન્ટ સ્ટ્રેટેજિક રોકારણકાર શોધી રહ્યું છે.  ઝીનો દાવો છે  કે તેની પાસે 173 દેશોમાં 78 ચેનલ્સ છે અને 4800 મૂવિ ટાઇટલ્સ છે કેટલાક સમય અગાઉ સોની કોર્પોરેશને ઝીમાં પોતાનો રસ દાખવ્ય હતો, પરંતુ આ વાત આગળ વધી નહોતી.