Political/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરામાં ભાજપના નેતાઓ સાથે કરશે બેઠક, મધ્ય ગુજરાતની સ્થિતિનો મેળવશે ચિતાર

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષો તેમજ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ગુજરાત પ્રવાસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે

Top Stories Gujarat
2 50 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરામાં ભાજપના નેતાઓ સાથે કરશે બેઠક, મધ્ય ગુજરાતની સ્થિતિનો મેળવશે ચિતાર
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં
  • વડોદરામાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક
  • વડોદરામાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક
  • બેઠકમાં CM અને CR પાટીલ રહેશે હાજર
  • હોદ્દેદારો, ધારાસભ્યો અને જિ.પ્રમુખો રહેશે હાજર
  • મધ્ય ગુજરાતની સ્થિતિનો મેળવશે ચિતાર

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષો તેમજ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ગુજરાત પ્રવાસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તેવામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરાની મુલાકાત લેશે. ભાજપના  કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં હોદ્દેદારો,ધારાસભ્યસ અને જિલ્લા પ્રમુખ પણ હાજર રહેશે.આ બેઠકમાં ચૂંટણીની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ પણ હાજર રહેશે. મધ્ય ગુજરાતની સ્થિતિનો ચિતાર મેળવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વડોદરાની મુલાકાત દરમિયાન ભાજપના કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા બેઠક કરવામાં આવશે. જેમાં ચૂંટણીને લગતી ચર્ચા થવાની શક્યતા જોવા મળી રહી છે. બીજી તરફ આ વર્ષની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની કાંટાની ટક્કર પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.