Not Set/ કોરોના સક્ર્મણના કારણે પાંચ દિવસ માટે ગુજરાત હાઇકોર્ટ બંધ

રાજ્યમાં ફરી એક વાર કોરોના વાયરસએ લોકોને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં રોજના જે ચોંકાવનારા નવા કેસો સામે આવી રહ્યા છે તેનાથી સરકારના ધબકારા ખુબજ વધી રહ્યા છે. સવારે જ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે, લોકોનો જીવ બચે તે માટે રાજ્ય સરકાર શું કરી રહી છે ? હાલ, રાજ્યમાં […]

Top Stories Ahmedabad Gujarat
gujarat high કોરોના સક્ર્મણના કારણે પાંચ દિવસ માટે ગુજરાત હાઇકોર્ટ બંધ

રાજ્યમાં ફરી એક વાર કોરોના વાયરસએ લોકોને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં રોજના જે ચોંકાવનારા નવા કેસો સામે આવી રહ્યા છે તેનાથી સરકારના ધબકારા ખુબજ વધી રહ્યા છે. સવારે જ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે, લોકોનો જીવ બચે તે માટે રાજ્ય સરકાર શું કરી રહી છે ? હાલ, રાજ્યમાં નવા કેસો ખુબજ વધી રહ્યા છે જેના કારણે રાજ્યમાં હાલ લોકડાઉન અથવા કર્ફ્યુ લગાવાની ખુબજ જરૂર છે, જેથી રાજ્ય સરકારે આ મામલે પોતાની ગંભીરતા દેખાડીને કોઈ સચોટ નિર્ણય લેવો જોઈએ. અને કોરોનાનું સક્ર્મણ વધતું અટકે તે માટેના પ્રયાસોને હાથ ધરવું જોઈએ.

અમદાવાદની નીચલી કોર્ટોમાં કોરોનાએ પગપેસારો કરતા વકીલ,અસીલ અને ન્યાયધીશોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. મેટ્રો કોર્ટમાં એક સામટા 19 નવા કેસો સામને આવતા કોર્ટ પરિસરમાં ભારે ભયનો માહોલ ઉભો થયો છે. એટલુંજ નહિ, હાઇકોર્ટમાં પણ કર્મચારીઓ, અધિકારીઓ અને ન્યાયધીશોને કોરોના પોજીટીવ આવતા હાઇકોર્ટના તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 10 એપ્રિલથી લઈને 14 એપ્રિલ સુધી એમ પાંચ દિવસ માટે હાઇકોર્ટની કામગીરી સંપૂર્ણ પણે બંધ રહશે. અને તે દરમિયાન હાઇકોર્ટના તમામ વિભાગોમાં સેનિટાઇઝર નો છટકાવ કરવામાં આવશે.