Not Set/ કેરળમાં પૂરગ્રસ્ત લોકોની મદદ માટે ઉદારદિલ ભિખારીએ આપ્યું આટલા રૂપિયાનું દાન

કેરળ કેરળમાં સદીના સૌથી ભયાનક પૂરથી અસરગ્રસ્ત બનેલા 300થી પણ વધુ લોકએ જીવ ગુમાવ્યો છે અને 2 લાખથી પણ વધુ લોકો ઘર વિહોણાં બન્યાં છે.આ દરમ્યાન દેશભરમાંથી મોટી માત્રામાં તમામ પ્રકારની મદદ મળી રહી છે. દેશભરના તમામ લોકો પોતાની ક્ષમતા પ્રમાણે મદદ કરી રહ્યા છે. આ મદદમાં સામાન્ય માણસથી લઇને અભિનેતા સુધી તમામ લોકો મદદ […]

India
40053814 1644686145640679 8246161526977724416 n કેરળમાં પૂરગ્રસ્ત લોકોની મદદ માટે ઉદારદિલ ભિખારીએ આપ્યું આટલા રૂપિયાનું દાન

કેરળ

કેરળમાં સદીના સૌથી ભયાનક પૂરથી અસરગ્રસ્ત બનેલા 300થી પણ વધુ લોકએ જીવ ગુમાવ્યો છે અને 2 લાખથી પણ વધુ લોકો ઘર વિહોણાં બન્યાં છે.આ દરમ્યાન દેશભરમાંથી મોટી માત્રામાં તમામ પ્રકારની મદદ મળી રહી છે. દેશભરના તમામ લોકો પોતાની ક્ષમતા પ્રમાણે મદદ કરી રહ્યા છે. આ મદદમાં સામાન્ય માણસથી લઇને અભિનેતા સુધી તમામ લોકો મદદ કરવા દોડી આવ્યા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ મદદ માત્ર પૈસાદાર માણસો જ નહિ પણ એક ભિખારીએ પણ 94 રૂપિયાની સહાય કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ વ્યક્તિએ પોતે જાતે ભીખ માંગીને ભેગા કરેલા તમામ 94 રૂપિયા પૂર રાહત માટે દાનમાં આપી દીધા.

મોહનન એહીં કોટ્ટાયમના રહેવાસી છે. તેઓ ચાર કિમી પગપાળા ચાલીને નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ ટીએમ રશીદને ત્યાં પહોંચ્યા. રશીદે ભિખારીને જોઈને સૌ પ્રથમ વિચાર્યું કે તે ભીખ માંગવા માટે આવ્યો છે. આથી તેમને 20 રૂપિયા મોહનને ભીખ પેટે આપ્યા. ત્યારબાદ જે થયું તે ચોંકાવનારું હતું. મોહનને રશીદને કહ્યું કે તે ભીખ માંગવા માટે નથી આવ્યો પણ પૂરગ્રસ્ત લોકોને સહાય કરવા માટે આવ્યો છે. તે સીડી પર બેસી ગયો અને પોતાના સાથે રહેલું ચિલ્લલર ગણવા લાગ્યો.

આ ઘટનાનું ટ્વીટ રશિદે તેમના ફેસબુક એકાઉન્ટ પર કર્યું છે. તેમને લખ્યું છે કે મોહનને મને 94 રૂપિયા આપ્યા છે અને સીએમ રિલીઝ ફંડમાં દાન કરવા માટે કહ્યું છે. મોહનન તેની પાસે રહેલા તમામ પૈસા આપીને જતો રહ્યો અને કહ્યું કે હું આટલી જ મદદ કરી શકું તેમ છું.