Not Set/ ઉત્તરાયણના તહેવારને પગલે ચાઈનીઝ દોરી તથા તુક્કલના વપરાશ અને વેચાણના પ્રતિબંધ અંગે પોલીસનું જાહેરનામું

ઉત્તરાયણના તહેવારને પગલે ચાઈનીઝ દોરી તથા તુક્કલના વપરાશ અને વેચાણના પ્રતિબંધ અંગે પોલીસે જાહેરનામુ બહાર પાડયું છે. બીજીતરફ સાયબર ક્રાઈમ સેલની તપાસમાં ૧૨ ઈ-કોમર્સ વેબસાઈટ તેનું ઓનલાઈન વેચાણ કરતી હોવાનું ધ્યાનમાં આવતા તમામ વેબસાઈટને જાહેરનામાની નકલ મોકલીને તાકીદ કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર વેબસાઈટના સંચાલક વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે […]

Top Stories Ahmedabad Gujarat
solstice 2 1 ઉત્તરાયણના તહેવારને પગલે ચાઈનીઝ દોરી તથા તુક્કલના વપરાશ અને વેચાણના પ્રતિબંધ અંગે પોલીસનું જાહેરનામું

ઉત્તરાયણના તહેવારને પગલે ચાઈનીઝ દોરી તથા તુક્કલના વપરાશ અને વેચાણના પ્રતિબંધ અંગે પોલીસે જાહેરનામુ બહાર પાડયું છે. બીજીતરફ સાયબર ક્રાઈમ સેલની તપાસમાં ૧૨ ઈ-કોમર્સ વેબસાઈટ તેનું ઓનલાઈન વેચાણ કરતી હોવાનું ધ્યાનમાં આવતા તમામ વેબસાઈટને જાહેરનામાની નકલ મોકલીને તાકીદ કરવામાં આવી છે.

જાહેરનામાનો ભંગ કરનાર વેબસાઈટના સંચાલક વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે આ તમામ વેબસાઈટોને જાહેરનામાની નકલ તથા નોટીસ પાઠવીને જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા જણાવ્યું હતું.

આ વેબસાઈટોમાં પતંગદોરી ડોટ કોમ,

ફ્લીપકાર્ટ ડોટ કોમ, શોપ ક્લ્યુસ ડોટ

કોમ, સ્નેપડીલ ડોટ કોમ,

ઈન્ડીયા માર્ટ ડોટ કોમ, એમેઝોન ડોટ ઈન,

માયપાર્ટીશોપલાઈન ડોટ કોમ,

ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ  ક્રેઝીસુત્ર ડોટ કોમ,

શોપિંગ ડોટ રિડીફ ડોટ કોમ,

સ્કાયલેન્ટર્નગિફ્ટસ ડોટ કોમ,

પેપરલેન્ટર્નસઈન્ડીયા ડોટ કોમ અને ફર્સ્ટક્રાય ડોટ કોમનો સમાવેશ થાય છે.