ગુજરાત/ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ, કોરોનાનાં કેસ વધતા લેવાયો નિર્ણય

રાજ્યમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે, ત્યારે આ વચ્ચે રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટ કેવી રીતે થશે તેને લઇને સતત ચર્ચાઓ થઇ રહી હતી. ત્યારે હવે મળી રહેલા સમાચાર અનુસાર, વાઇબ્રન્ટ સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Top Stories Gujarat Others
વાઇબ્રન્ટ સમિટ મોકૂફ
  • વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય
  • કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય
  • રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય
  • 10 થી 12 જાન્યુ. યોજોવાની હતી વાઇબ્રન્ટ સમિટ

રાજ્યમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે, ત્યારે આ વચ્ચે રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટ કેવી રીતે થશે તેને લઇને સતત ચર્ચાઓ થઇ રહી હતી. ત્યારે હવે મળી રહેલા સમાચાર અનુસાર, વાઇબ્રન્ટ સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – ICC Women’s WC / ICC મહિલા વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓનો હશે અંતિમ વર્લ્ડકપ

આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા દિવસથી કોરોનાનાં કેસ રોકેટ ગતિથી વધી રહ્યા હતા, ત્યારે આ ખરાબ સમયને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટને મોકૂફ રાખવામાં આવેલ છે. રાજ્યમાં કોરોના અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસમાં સતત વૃદ્ધિ સરકાર માટે એક પડકાર બરાબર બની ગઇ છે, આ કેસમાં વૃદ્ધિ ન આવે તે હેતથી રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જે બાદ CM ભૂપેન્દ્ર પટેલે જનતાનાં હિતને સર્વોપરી રાખતા વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ કે જે 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાવાનો હતો તેને હવે મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો – કોરોના / અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, આ રાજકીય નેતા પણ કોરોના સંક્રમિત,જાણો વિગત

ઉલ્લેખનીય છે કે, દેશમાં જીવલેણ કોરોના વાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાનાં સૌથી ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 90 હજાર 928 નવા કેસ નોંધાયા છે. વળી આ સમયગાળામાં 325 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં 4 લાખ 82 હજાર 876 લોકોનાં મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2 લાખ 85 હજાર 401 થઈ ગઈ છે. વળી, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 876 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 19 હજાર 206 લોકો કોરોનાને માત આપી ઠીક થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 43 લાખ 411 હજાર 9 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…