વલસાડ-એસટી બસ/ વલસાડને અત્યાધુનિક 125 એસટી બસોની ફાળવણીઃ પાટિલે કર્યુ લોકાર્પણ

ભાજપ પ્રદેશ પ્રમુખ અને અગ્રણી આગેવાન સીઆર પાટિલના Valsad-ST Bus પ્રયત્નોના લીધે વલસાડના ગ્રામીણ વિસ્તારોમાં સવાસો એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે.

Gujarat Surat
Valsad ST Bus વલસાડને અત્યાધુનિક 125 એસટી બસોની ફાળવણીઃ પાટિલે કર્યુ લોકાર્પણ

વલસાડઃ  ભાજપ પ્રદેશ પ્રમુખ અને અગ્રણી આગેવાન સીઆર પાટિલના Valsad-ST Bus પ્રયત્નોના લીધે વલસાડના ગ્રામીણ વિસ્તારોમાં સવાસો એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે GSRTC ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ખૂબ મહત્વની બની ગઈ છે ગ્રામ્ય અને શહેર વિસ્તારોને જોડતી મહત્વની કડી ગણી શકાય છે Valsad-ST Bus દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ ડિવિઝન માટે 200 થી વધુ બસો ફાળવીને એસટી નિગમ દ્વારા લોકોને શહેરથી ગ્રામ્ય વિસ્તારમાં પોતાના કામ અર્થે પહોંચી શકાય એવા આશયથી શરૂ કરવામાં આવી છે.

જેમાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ તથા Valsad-ST Bus ગૃહ રાજ્યમંત્રી બસોને લીલી ઝંડી આપીને પ્રયાણ કરાવ્યું હતું દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમા લોકો સરળતાથી ધંધા રોજગાર અર્થે અથવા તો કામ અર્થે આવી શકે એવા આયોજનના ભાગરૂપે બસોને લીલી ઝંડી આપીને પ્રયાણ કરાવ્યું છે. અને હજુ વધુ બસો ફાળવીને લોકોની સુખાકારી માટે નો નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

સાંસદ સીઆર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દક્ષિણ ગુજરાતમાં Valsad-ST Bus પ્રવાસે નીકળ્યા છે જેમાં સમગ્ર દિવસ નવસારી જિલ્લામાં વીતાવશે અને પોલીસ આવાસના બે પ્રોજેક્ટનું લોકાર્પણ કરીને પોલીસ વિભાગના મિત્રોને રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશે.આ બાબતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં સામાન્ય નાગરિકોની અવરજવર માટે તેમજ તેમને દરરોજ ગામથી શહેર અને શહેરથી ગામ આવવા-જવા માટે તેમજ પોતાનાં ઘર સુધી પહોંચવા માટે આ અતિ આધુનિક 125 બસોનું લોકાર્પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યું છે.

આ 125 બસો થકી ગુજરાતનાં હજારો નાગરિકોને આ નવી બસોનો લાભ Valsad-ST Bus આવનારા દિવસોમાં મળવાનો છે. આજે અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા નવસારીથી ચીખલી સુધી આજ બસમાં પ્રવાસ કરીને નવસારીનાં સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નાગરિકોને પણ એમની સાથે પ્રવાસ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આવનારા દિવસોમાં રાજ્ય સરકાર બીજા પણ તમામ વિસ્તારોમાં આ જ પ્રકારે નવી બસોની શરૂઆત કરવા જઈ રહી છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ-મોદી/ કોંગ્રેસ પાસે સત્તા એટલે 85 ટકા કમિશનઃ મોદીના પ્રહારો

આ પણ વાંચોઃ ફ્રોડ/ અમદાવાદમાં એએમીસ-ઔડાના મકાનોની લાલચ આપી છેતરપિંડી

આ પણ વાંચોઃ ઓફિસર સસ્પેન્ડ/ સીએમના ભુજના કાર્યક્રમમાં સૂઈ જનારા અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચોઃ સોનાની દાણચોરી/ સુરતમાં દાણચોરીનું 4.50 કરોડનું સોનું જપ્ત