ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
લગ્નની લાલચે સહમતિથી બંધાયેલા શારીરિક સંબંધો દુષ્કર્મ નથી
પ્રેમી પંખીડાની બળાત્કારની ફરિયાદનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ સુનાવણી પછી મહત્વનું અવલોકન
પુખ્ત વયના હોય તો લગ્નની લાલચે પોતાને સરેન્ડર ન કરી શકો.
બંને પુખ્ત વયની વ્યક્તિ વચ્ચે લગ્નના વચન પછી શારીરિક સંબંધ બંધાયા હોય અને પાછળથી લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધાવી શકાય.
ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે,લગ્નની લાલચે બંધાયેલા શારિરીક સંબધ હવે દુષ્કર્મ ગણાશે નહીં. લગ્નની લાલચે શારિરીક સંબધ બાંધ્યા બાદ અનેક કેસ દુષ્કર્મના નોંધાતા હોય છે. આ અંગે એક પ્રેમી પંખીડાની બળાત્કારની ફરિયાદના મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો તેની સુનાવણીમાં કોર્ટે અતિ મહત્વનો ચુકાદો આપ્યો છે. પુખ્ત એક બીજા સાથે શારિરીક સંબધ બંધાઇ ગયા હોય અને બાદમાં કોઇ કારણસર લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધાવી શકે
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રહેતા અલગ અલગ રાજ્યના સ્ત્રી-પુરૂષ વચ્ચે સંબંધ બંધાયા બાદ સ્ત્રીએ ફરિયાદ નોંધાવી હતી. લગ્ન સહિત લાલચો આપી શારીરિક સંબંધ બાંધ્યા હોવાની રાવ કરી હતી. બીજી વખત પ્રેમમાં રહ્યાં બાદ મહિલાએ ફરી લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાવી હતી.
