Mahesana News/ મહેસાણામાં કોલ સેન્ટર પર દરોડો, એક આરોપી ઝડપાયો

પોલીસે મોબાઈલ મળીને કુલ રૂ.5,000 નો મુદ્દ્માલ કબજે કર્યો

Top Stories Gujarat

Mahesana News : મહેસાણામાં એક ફાર્મમાં ચાલતા કોલ સેન્ટર પર સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓે દરોડો પાડીને એક શખ્સની ધરપકડ કરી હતી. આ બનાવની વિગત મુજબ એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે મહેસાણામાં સતલાસણા તાલુકાના જાસપુર ગામ સુરસંગજી વીરાજી ઠાકોરના ફાર્મમાં કોલ સેન્ટર ચાલે છે.

જેને આધારે પોલીસ અધિકારીઓે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે મોબાઈલ મળીને કુલ રૂ.5,000 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે આ ફાર્મમાં રહેતા અજયજી એસ ઠાકોર નામના યુવકની ધરપકડ કરી હતી. જ્યારે વિજયજી વી.ઠાકોર, સેન્ડી યુ.ઠાકોર અને વિપુલ ઠાકોર ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો: સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે

આ પણ વાંચો: શિક્ષક દિને જ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો કાયમી ભરતીને લઈને ઉગ્ર વિરોધ