કરીના કપૂર ખાન અને શાહિદ કપૂરની ‘જબ વી મેટ’ આજે પણ દર્શકોની સૌથી ફેવરિટ ફિલ્મોમાંથી એક છે. 2007માં રિલીઝ થયેલી રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ઘણી હિટ રહી હતી અને ખાસ વાત એ છે કે આ ફિલ્મ આજે પણ દિલો પર રાજ કરે છે. સૈફ-કરીના સ્ટારર ફિલ્મ 2007ની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. ચાહકો વારંવાર ફિલ્મની સિક્વલની ડિમાન્ડ કરતા રહે છે. ખાસ કરીને સની દેઓલ-અમિષા પટેલની ગદર 2 ની રિલીઝ અને સફળતા પછી, ઘણા ફિલ્મ નિર્માતાઓએ બ્લોકબસ્ટર ફિલ્મોની સિક્વલ પર વિચાર કરવાનું શરૂ કર્યું છે. હવે આ લિસ્ટમાં ‘જબ વી મેટ’નું નામ પણ જોડાઈ ગયું છે.
મીડિયા અહેવાલ અનુસાર, જબ વી મેટના નિર્માતાઓએ તેના બીજા ભાગ એટલે કે સિક્વલની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એન્ટરટેઈનમેન્ટ પોર્ટલના અહેવાલ મુજબ, અષ્ટવિનાયકના માલિક રાજ મહેતા આ ફિલ્મને ગાંધાર ફિલ્મ્સ બેનર હેઠળ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ઓઈલ રિફાઈનરી ક્ષેત્રમાં 30 વર્ષનો લાંબો ઈતિહાસ ધરાવતા ગંધાર ગ્રુપે 2021માં ગંધાર ફિલ્મ્સ એન્ડ સ્ટુડિયો પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના સાથે મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કર્યો.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડના જાણીતા નિર્દેશક ઇમ્તિયાઝ અલી, જેમણે પ્રથમ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું, તે સિક્વલનું પણ નિર્દેશન કરી શકે છે.
કારણ કે, જબ વી મેટ 2 વિશે નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેથી પ્રશ્ન એ છે કે શું ભૂતપૂર્વ પ્રેમીઓ કરીના કપૂર ખાન અને શાહિદ કપૂર આ બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલમાં ફરી એકવાર ગીત અને આદિત્યની ભૂમિકા ભજવશે. શું તે પાત્રમાં જોવા મળશે કે પછી નિર્માતા કેટલાક નવા ચહેરાઓને લોન્ચ કરશે?
જબ વી મેટ પણ આ વર્ષની શરૂઆતમાં થિયેટરોમાં ફરી રીલિઝ કરવામાં આવી હતી. દરમિયાન શાહિદ કપૂરે જબ વી મેટની સંભવિત સિક્વલ વિશે ખુલીને વાત કરી હતી.
શાહિદ કપૂરે સિદ્ધાર્થ કન્નનને કહ્યું હતું કે, “તે સ્ક્રિપ્ટની ગુણવત્તા પર નિર્ભર કરે છે. તેથી જો એવી કોઈ સ્ક્રિપ્ટ હોય કે જે સિક્વલની માંગ કરે અને મને લાગે છે કે આ તે પ્રકારની સ્ક્રિપ્ટ છે જેને તમે વાંચો અને કહો કે ‘યાર, આ ઓરીજીનલ કરતાં વધુ સારી હશે, તે ઓરિજિનલ સાથે મેચ થઈ શકે છે. તેથી હું ફિલ્મ માટે તૈયાર છું.
‘હું આ ફિલ્મ માટે ત્યારે જ સંમત થઈ શકું જ્યારે મને લાગે કે તે ઓરીજીનલ ફિલ્મ સાથે ન્યાય કરી રહી છે.’ આ દરમિયાન શાહિદે પણ કરીના કપૂરના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે કરીનાની જેમ ગીતનું પાત્ર અન્ય કોઈ અભિનેત્રી ભજવી શકી ન હોત.