મોટો નિર્ણય/ લગ્ન વિના જન્મેલા બાળકને માતા-પિતાની સંપતિનો હક: SC

બે જજની બેન્ચના નિર્ણયના સંદર્ભમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો

Top Stories India
Untitled 10 લગ્ન વિના જન્મેલા બાળકને માતા-પિતાની સંપતિનો હક: SC

લગ્ન વગર જન્મેલા બાળકો તેમના માતાપિતાની મિલકતમાં હિસ્સો મેળવવા માટે હકદાર છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે ચુકાદો ફક્ત હિન્દુ સંયુક્ત કુટુંબની મિલકતોને જ લાગુ પડશે.

રેવનસિદ્દપ્પા વિ. મલ્લિકાર્જુન (2011) કેસમાં બે જજની બેન્ચના નિર્ણયના સંદર્ભમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે લગ્ન વગર જન્મેલા બાળકો સંપત્તિ હકદાર છે. જો તે ઈચ્છે તો તે સ્વેચ્છાએ તેના માતા-પિતાની મિલકતમાં હિસ્સો માંગી શકે છે.

હિંદુ મેરેજ એક્ટ 1955ની કલમ 16(3) ના અર્થઘટન મુજબ, લગ્ન વગર જન્મેલા બાળકોને કાયદેસરતા આપવામાં આવે છે. પરંતુ કલમ 16(3) કહે છે કે આવા બાળકો માત્ર તેમના માતા-પિતાની મિલકતનો વારસો મેળવશે અને તેનાથી આગળ પૈતૃક મિલકતમાં તેમનો કોઈ અધિકાર રહેશે નહીં.

આ પણ વાંચો:દેશના આ ભાગોમાં 2 સપ્ટેમ્બરથી ફરી થશે ભારે વરસાદ, જાણો હવામાનની નવીનતમ આગાહી

આ પણ વાંચો:દિલ્હી મેટ્રોમાં ભીડનો ફાયદો ઉઠાવી યુવકે કર્યું હસ્તમૈથુન, લંપટે સગીરા પર પડ્યું સ્પર્મ

આ પણ વાંચો:મોદી સરકાર લેશે મોટું પગલું! સંસદના વિશેષ સત્રમાં લાવી શકે છે ‘એક દેશ-એક ચૂંટણી’ બિલ

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ શી જિનપિંગ દિલ્હીમાં G-20 માં હાજરી આપવા અંગે સસ્પેન્સ, ચીને હજી નથી કરી પુષ્ટિ

આ પણ વાંચો:અદાણી ગ્રુપના મામલે રાહુલ ગાંધીએ કહ્યું- પારદર્શિતા જરૂરી છે, JPC તપાસ કેમ નથી થઈ રહી?