Not Set/ જામનગરમાં નિર્માણ થશે વિશ્વનું ટ્રેડિશનલ મેડિસિનનું ગ્લોબલ સેન્ટર, WHO સાથે થયો કરાર

ગુજરાતના જામનગરમાં ગ્લોબલ સેન્ટર વિશ્વને શ્રેષ્ઠ આરોગ્યસંભાળ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે આશા વ્યક્ત કરી કે વૈશ્વિક કેન્દ્ર વિશ્વને વધુ સારા અને સસ્તું તબીબી ઉકેલો પ્રદાન કરવામાં મદદરૂપ થશે.

Top Stories Others
ટ્રેડિશનલ મેડિસિન
  • WHO અને ભારત સરકાર વચ્ચે સમજૂતી
  • ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું થશે નિર્માણ
  • જામનગરમાં સેન્ટરનું થશે નિર્માણ
  • 21 એપ્રિલે સેન્ટરનું થશે ઉદ્ધાટન
  • ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું થશે ઉદ્ધાટન
  • ભારત સરકાર 25 કરોડ ડોલરનો કરશે ખર્ચ

ટ્રેડિશનલ મેડિસિન પર સંશોધન માટે વિશ્વનું પ્રથમ વૈશ્વિક કેન્દ્ર ગુજરાતના જામનગરમાં સ્થાપિત થવા જઈ રહ્યું છે. આ માટે 25 માર્ચે જીનીવામાં આયુષ વિભાગ અને વિશ્વ આરોગ્ય સંસ્થા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ યોજના પાછળ $250 મિલિયનનો ખર્ચ થશે. આ એમઓયુ પર આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા અને WHO ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનમ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પહેલ અંગે બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના જામનગરમાં ગ્લોબલ સેન્ટર વિશ્વને શ્રેષ્ઠ આરોગ્યસંભાળ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે આશા વ્યક્ત કરી કે વૈશ્વિક કેન્દ્ર વિશ્વને વધુ સારા અને સસ્તું તબીબી ઉકેલો પ્રદાન કરવામાં મદદરૂપ થશે.

21મી એપ્રિલે ભવ્ય ભૂમિપૂજન થશે

વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટરની સ્થાપના માટે 21મી એપ્રિલે ભૂમિપૂજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ભાગ લઈ શકે છે. GCTM પરંપરાગત દવા માટે વિશ્વનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર (ઓફિસ) હશે. તે ટ્રેડિશનલ મેડિસિનની પદ્ધતિઓ, ઉત્પાદનો અને ધોરણો માટે નક્કર પુરાવા પ્રદાન કરશે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સારા સ્વાસ્થ્ય કલ્યાણને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

જામનગરમાં સ્થાપનારૂ આ સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે તેમજ પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં ઉપયોગી થશે. એટલું જ નહીં, WHO GCTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે.

વડાપ્રધાને આ અગાઉ 13મી નવેમ્બર 2020 એ જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદને ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરીને ગુજરાતને આરોગ્યક્ષેત્રે એક ભેટ આપી હતી. હવે આ WHO GCTM ની વધુ એક નવતર ભેટ દ્વારા વડાપ્રધાને જનઆરોગ્ય સુખાકારી ક્ષેત્રમાં ગુજરાતની અગ્રેસરતાની નવી દિશા ખોલી આપી છે.

આ પણ વાંચો :28 માર્ચે CM ભુપેન્દ્ર પટેલ જશે ગોવા, CMની શપથવિધિમાં રહેશે ઉપસ્થિત

આ પણ વાંચો :કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસે, અમિત શાહ વિકાસ કાર્યોનું લોકાર્પણ…

આ પણ વાંચો :રાજકોટમાં ફરી સીંગતેલનાં ભાવ વધ્યા, જાણો નવા ભાવ…

આ પણ વાંચો :  દ્વારકામાં અનુભવ્યો 5.3ની તીવ્રતાનો ભૂકંપના આંચકા