Goa Visit/ 28 માર્ચે CM ભુપેન્દ્ર પટેલ જશે ગોવા, CMની શપથવિધિમાં રહેશે ઉપસ્થિત

મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતની શપથવિધિમાં ઉપસ્થિત રહેશે. મુખ્યપ્રધાન 28 માર્ચે સવારે 10.30 વાગ્યે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્ટેડિયમ પહોંચશે.

Gujarat Others
.ગોવા
  •  CM ભુપેન્દ્ર પટેલ જશે ગોવા
  • ગોવાના CMની શપથવિધીમાં રહેશે હાજર
  • ગોવા સહિત 4 રાજ્યોમાં બની છે BJPની સરકાર
  • 28 તારીખે CM ભુપેન્દ્ર પટેલ જશે ગોવા
  • ઉત્તરાખંડ, UPના CMની શપથવિધીમાં રહ્યા હતા હાજર

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 28 માર્ચે ગોવા જવાના છે. ત્યાં તેઓ  મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતની શપથવિધિમાં ઉપસ્થિત રહેશે. મુખ્યપ્રધાન 28 માર્ચે સવારે 10.30 વાગ્યે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્ટેડિયમ પહોંચશે. ત્યારબાદ 11 વાગ્યે શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપનો ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં વિજય થયો છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનો અને પ્રધાનોની શપથવિધિમાં હાજર રહ્યા હતા. ત્યારે હવે તેઓ 28 માર્ચે ગોવાના મુખ્યપ્રધાનની શપથવિધિમાં ઉપસ્થિત રહેશે.

ગોવાના મુખ્યપ્રધાનની શપથવિધિની વાત કરીએ તો, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ હાજર રહેશે. આ સાથે જ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી અને ભાજપશાસિત 7 રાજયોના મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસે, અમિત શાહ વિકાસ કાર્યોનું લોકાર્પણ…

આ પણ વાંચો :દ્વારકામાં અનુભવ્યો 5.3ની તીવ્રતાનો ભૂકંપના આંચકા

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત,ચાર લોકોના કમકમાટી ભર્યા મોત

આ પણ વાંચો :વિધાનસભામાં કોંગ્રેસે વીજળીના મુદ્દે સરકારને ઘેરી, લલિત વસોયા-વિમલ ચૂડાસમાએ ઉતાર્યા શર્ટ