Cricket/ ત્રીજી ટેસ્ટ મેચમાં એવુ તે શું થયુ કે મજાકનો પાત્ર બની રહ્યા છે પંત?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે…

Sports
Makar 52 ત્રીજી ટેસ્ટ મેચમાં એવુ તે શું થયુ કે મજાકનો પાત્ર બની રહ્યા છે પંત?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે આ ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસે 2 વિકેટનાં નુકસાન પર 166 રન બનાવ્યા છે.

Unbelievable, Rishabh Pant drops two catches in three overs in India vs  Australia Sydney Test

મેચનો પ્રથમ દિવસ વરસાદનાં કારણે વિક્ષેપિત થયો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો (ડેવિડ વોર્નર 5 રન) માત્ર 6 રનનાં સ્કોર પર લાગ્યો હતો. જોકે, બીજી વિકેટ માટે વિલ પોકોવસ્કી અને માર્નસ લાબુશેને 100 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. વિલ પોકોવસ્કી (62 રન) ટીમનાં 106 રનનાં સ્કોર પર નવદીપ સૈનીનાં બોલ પર એલપીડબ્લ્યુ દ્વારા આઉટ થઇ ગયો હતો. વળી ત્રીજી વિકેટ માટે, માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથે 60 રનની અણનમ ભાગીદારી કરી છે. સ્ટીવ સ્મિથ હાલમાં 31 રનમાં રમી રહ્યો છે. વળી માર્નસ લ્યુબુશેન 67 રન બનાવીને રમી રહ્યો છે.

Watch: Wicketkeeper Rishabh Pant's two dropped catches allow Will Pucovski to get his fifty

પહેલા દિવસે રિષભ પંતે 2 સરળ કેચ છોડ્યા છે, જેના કારણે તેનો આજે ટ્વિટર પર ખૂબ મજાક ઉડાવવામાં આવી રહ્યો છે. વળી આક્રમક રીતે રમનારા સ્ટીવ સ્મિથની ટ્વિટર પર પ્રશંસા થઈ રહી છે. વળી માર્નસ લાબુશેનની ઇનિંગની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

બંને ટીમો નીચે મુજબ છે-

ઓસ્ટ્રેલિયા- ડેવિડ વોર્નર, વિલ પુકોવ્સ્કી, મારનસ લાબુસ્ચગને, સ્ટીવન સ્મિથ, મેથ્યુ વેડ, કેમેરોન ગ્રીન, ટિમ પેન (C & W), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ

ઇન્ડિયા- રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (C), હનુમા વિહારી, રિષભ પંત (W), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરા, મોહમ્મદ સિરાજ

Cricket / રાષ્ટ્રગાન સમયે ભાવુક થયો આ ખેલાડી, વીડિયો વાયરલ…

Cricket / સિડનીનો શહેનશાહ કોણ? પ્રોટોકોલમાં ફસાયેલા 5માંથી ચાર ખેલાડીન…

Sports / RCB ઉભરતા ખેલાડીઓના સારા ટેલેન્ટને પારખી IPLમાં રમવાની તક આપ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો