Not Set/ T-20 વર્લ્ડકપનો આજથી થશે ભવ્ય પ્રારંભ,જાણો સંપૂર્ણ મેચનું શીડ્યુલ

ટી20 વર્લ્ડ કપ-2021 ભારતમાં રમાવાનો હતો પરંતુ કોરોના વાયરસની પરિસ્થિતિને જોતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેને યુએઈ અને ઓમાનમાં રમાડવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ટુર્નામેન્ટનું યજમાન બીસીસીઆઈ જ રહેશે

Sports
t 20 worldcup T-20 વર્લ્ડકપનો આજથી થશે ભવ્ય પ્રારંભ,જાણો સંપૂર્ણ મેચનું શીડ્યુલ

આગામી T-20 વર્લ્ડકપ  માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 17 ઓક્ટોબરથી ટુર્નામેન્ટનો વોર્મઅપ મેચ સાથે પ્રારંભ થઇ ચૂક્યો છે અને 14 નવેમ્બરે ફાઈનલ રમાશે. આ સાતમો T-20 વર્લ્ડકપ છે. વેસ્ટ ઈન્ડિઝ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમવા ઉતરશે. વેસ્ટ ઈન્ડિઝે 2016માં રમાયેલી ટુર્નામેન્ટમાં ટ્રોફી જીતી હતી.

ટી20 વર્લ્ડ કપ-2021 ભારતમાં રમાવાનો હતો પરંતુ કોરોના વાયરસની પરિસ્થિતિને જોતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેને યુએઈ અને ઓમાનમાં રમાડવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ટુર્નામેન્ટનું યજમાન બીસીસીઆઈ જ રહેશે પરંતુ તેની મેચો ભારતીય ધરતી પર રમાશે નહીં.

શનિવારથી શરુ થશે પ્રારંભ

આ વર્ષે રમાનારા ટી20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે. આ તમામ 16 ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. તેમાંથી પ્રથમ ગ્રૂપની 8 ટીમો રાઉન્ડ રોબિન મેચો રમશે અને સુપર-12માં આવવાનો પ્રયાસ કરશે. જ્યારે બાકીની 8 ટીમોને સુપર-12 ગ્રૂપમાં રાખવામાં આવી છે જેઓ સીધી ટુર્નામેન્ટમાં રમશે. આજથી ભારતીય સમય પ્રમાણે બપોરે 3.30થી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે અને સાંજે 7.30થી ઇંગ્લેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇંડિઝ સામેની મેચ સાથે ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે.

ટુર્નામેન્ટમાં મોટી ટીમો સાથે સાથે કેટલીક નાની ટીમો પણ ભાગ લઈ રહી છે. આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ, ઓમાન, પાપુઆ ન્યુ ગિની જેવી નાની ટીમો પણ પ્રથમ વખત ટુર્નામેન્ટમાં રમશે.

બે ગ્રુપનું ફોરમેટ

ગ્રુપ-1 અને ગ્રુપ-2ની ટીમ તેના ગ્રુપની અન્ય પાંચ ટીમ સાથે 1-1 વખત મેચ રમશે, જેમકે ભારત તેના ગ્રુપ-2ની પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા ટીમ સામે રમશે.

ગ્રુપ મેચના રાઉન્ડના અંતે જે તે ગ્રુપની પોઈન્ટ ટેબલની રીતે ટોપ બે ટીમ સેમિફાઈનલમાં પ્રવેશશે. એટલે કે ગ્રુપ-1ની બે અને ગ્રુપ-2ની બે ટીમ. જો ટીમના સમાન પોઈન્ટ હશે તો નેટ રન રેટના આધારે આગેકૂચ નક્કી કરવામાં આવશે.

સેમિફાઈનલ નોક આઉટ સ્ટેજ રહેશે. એટલે કે તેમાં હારશે તે બહાર ફેંકાઈ જશે. આઈપીએલની જેમ પ્રથમ ક્વૉલિફાયરમાં હારેલ ટીમને એલિમિનેટરમાં જીતીને ફાઈનલમાં પ્રવેશવાની તક મળે છે તેવું ફોર્મેટ નથી.

ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલમાં 10 નવેમ્બરે ગ્રુપ-1ની પ્રથમ રહેલ ટીમ ગ્રુપ-2ની બીજા ક્રમની ટીમ સામે ટકરાશે. જ્યારે 11 નવેમ્બરે બીજી સેમિ ફાઈનલ ગ્રુપ-1ની બીજા ક્રમની ટીમ ગ્રુપ-2ની પોઈન્ટ ટેબલ પરના પ્રથમ ક્રમની ટીમ સામે રમશે. પ્રથમ અને બીજી સેમિફાઈનલના વિજેતા વચ્ચે 14 નવેમ્બરે ફાઈનલ રમાશે.

સંપૂર્ણ કાર્યક્રમ 

 

ICC T-20 વર્લ્ડકપ કાર્યક્રમ

સુપર-12 ગ્રુપ-1

ઓસ્ટ્રેલિયા VS સાઉથ આફ્રિકા- 23 ઓક્ટોબર

ઇગ્લેન્ડ VS વેસ્ટઇન્ડીઝ – 23 ઓક્ટોબર

શ્રીલંકા VS બાંગ્લાદેશ- 24 ઓક્ટોબર

સાઉથ આફ્રિકા VS વેસ્ટઇન્ડીઝ – 26 ઓક્ટોબર

ઇંગ્લેન્ડ VS બાંગ્લાદેશ – 27 ઓક્ટોબર

ઓસ્ટ્રેલિયા VS શ્રીલંકા – 28 ઓક્ટોબર

વેસ્ટઇન્ડીઝ VS બાંગ્લાદેશ- 29 ઓક્ટોબર

સાઉથ આફ્રિકા VS શ્રીલંકા – 30 ઓક્ટોબર

ઇંગ્લેન્ડ VS ઓસ્ટ્રેલિયા – 30 ઓક્ટોબર

ઇંગ્લેન્ડ VS શ્રીલંકા – 1 નવેમ્બર

સાઉથ આફ્રિકા VS બાંગ્લાદેશ – 2 નવેમ્બર

ઓસ્ટ્રેલિયા VS બાંગ્લાદેશ – 4 નવેમ્બર

વેસ્ટઇન્ડીઝ VS શ્રીલંકા – 4 નવેમ્બર

ઓસ્ટ્રેલિયા VS વેસ્ટઇન્ડીઝ – 6 નવેમ્બર

ઇંગ્લેન્ડ VS સાઉથ આફ્રિકા – 6 નવેમ્બર

સુપર-12 ગ્રુપ-2

ભારત VS પાકિસ્તાન – 24 ઓક્ટોબર

અફઘાનિસ્તાન VS સ્કોટલૅન્ડ- 25 ઓક્ટોબર

પાકિસ્તાન VS ન્યુઝીલેન્ડ – 26 ઓક્ટોબર

સ્કોટલૅન્ડ VS નામિબિયા – 27 ઓક્ટોબર

અફઘાનિસ્તાન VS પાકિસ્તાન – 29 ઓક્ટોબર

અફઘાનિસ્તાન VS નામિબિયા- 31 ઓક્ટોબર

ભારત VS ન્યુઝીલેન્ડ -31 ઓક્ટોબર

પાકિસ્તાન VS નામિબિયા- 2 નવેમ્બર

ન્યુઝીલેન્ડ VS સ્કોટલૅન્ડ- 3 નવેમ્બર

ભારત VS અફઘાનિસ્તાન – 3 નવેમ્બર

ન્યુઝીલેન્ડ VS નામિબિયા – 5 નવેમ્બર

ભારત VS સ્કોટલૅન્ડ- 5 નવેમ્બર

ન્યુઝીલેન્ડ VS અફઘાનિસ્તાન – 7 નવેમ્બર

પાકિસ્તાન VS સ્કોટલૅન્ડ – 7 નવેમ્બર

ભારત VS નામિબિયા – 8 નવેમ્બર

સેમીફાઈનલ-1 સેમીફાઈનલ-2 ફાઈનલ

10 નવેમ્બર  11 નવેમ્બર 14 નવેમ્બર

ભારતનું શીડ્યુલ

  • 4 ઓકટોબર ભારત-પાકિસ્તાન (દુબઈ, સાંજે 7.30 વાગે)
  • 31 ઓકટોબર ભારત-ન્યુઝીલેન્ડ (દુબઈ, સાંજે 7.30 વાગે)
  • 3 નવેમ્બર ભારત-અફઘાનિસ્તાન (અબુ ધાબી, સાંજે 7.30 વાગે)
  • 5 નવેમ્બર ભારત-સ્કોટલેન્ડ (દુબઈ, સાંજે 7.30 વાગે)
  • 8 નવેમ્બર ભારત-નામીબિયા (દુબઈ, સાંજે 7.30 વાગે)