Cricket/ BCCI અધ્યક્ષ ગાંગુલીને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોવિડ-19 પોઝિટિવ મળ્યા બાદ ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Sports
સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોવિડ-19 પોઝિટિવ મળ્યા બાદ ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમનો કોરોના હજુ ઠીક થયો નથી, પરંતુ હવે તેમની સારવાર ઘરે જ કરવામાં આવશે. પૂર્વ કેપ્ટન ગાંગુલીમાં હવે કોરોનાનાં હળવા લક્ષણો છે અને આ કારણોસર તેમને હોસ્પિટલમાંથી રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Cricket / સ્મૃતિ મંધાનાની લાગી શકે છે લોટરી, ICC મહિલા T20 ઈન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યર માટે નોમિનેટ

આપને જણાવી દઇએ કે, રમત-ગમતમાં પણ હવે કોરોનાની એન્ટ્રી થઇ ગઇ છે. ત્યારે થોડા દિવસો પહેલા ગાંગુલીને લઇને સમાચાર સામે આવ્યા હતા કે તેઓ કોરોના પોઝિટિવ છે ત્યારે સૌ કોઇ તેમની હેલ્થને લઇને ચિંતિત થયા હતા. પરંતુ હવે BCCI અધ્યક્ષ લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સૌરવ ગાંગુલી કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. જો કે તેમનો કોરોના હજુ ઠીક થયો નથી. હવે કોરોનાનાં હળવા લક્ષણો છે. આ જ કારણ છે કે હોસ્પિટલે તેમને રજા આપવાનો નિર્ણય કર્યો. હવે તેમની સારવાર ઘરે જ થશે. તે હમણા જ હોમ આઇસોલેશનમાં આવ્યા છે. અગાઉ દાદાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને હોસ્પિટલમાંથી ઓમિક્રોન વેરિઅન્ટનાં ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી.

આ પણ વાંચો – IND vs SA / દક્ષિણ આફ્રિકાને પહેલી ટેસ્ટમાં હાર આપ્યા બાદ પણ ટીમ ઈન્ડિયા WTC પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને યથાવત

આપને જણાવી દઈએ કે, સૌરવ ગાંગુલીને કોરોના વેક્સીનનાં બન્ને ડોઝ મળ્યા હતા. આ પછી તેમને કોરોના થયો હતો. સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે, જ્યાં સુધી તેમનો કોરોના સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તે ઘરે જ રહેશે. સૌરવ ગાંગુલીનો 3 દિવસ પહેલા કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો, ત્યારબાદ તેમને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાં 2 દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ વર્ષે બીજી વખત ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી 2021માં તેમને હાર્ટ એટેકની સમસ્યાને કારણે લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.