Not Set/ IPL 2021 નું એન્થમ રિલીઝ, જુઓ આ વીડિયો

ક્રિકેટનાં ચાહકો માટે એપ્રિલ મહિનો ખાસ બનશે તેવુ લાગી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, આગામી મહિનાની 9 તારીખથી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની શરૂઆત થઈ રહી છે.

Sports
ગરમી 137 IPL 2021 નું એન્થમ રિલીઝ, જુઓ આ વીડિયો

ક્રિકેટનાં ચાહકો માટે એપ્રિલ મહિનો ખાસ બનશે તેવુ લાગી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, આગામી મહિનાની 9 તારીખથી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની શરૂઆત થઈ રહી છે. આઈપીએલ 2021 ની પહેલી મેચ આઈપીએલ 2020 વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આગામી સીઝન પહેલા બોર્ડ દ્વારા આઈપીએલ 2021 માટે ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતનું નામ ‘ઈન્ડિયાનો પોતાનો મંત્ર’ નામ આપવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવતું આ ગીત 1 મિનિટ 30 સેકંડનું છે.

Cricket / ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં મેળવેલી જીત પર સેહવાગે શેર કર્યુ મજેદાર મીમ્સ

આપને જણાવી દઈએ કે, આઈપીએલ 2021 નું શેડ્યૂલ પણ જાહેર કરી દેવામાં આવ્યુ છે. આગામી સીઝન આવતા મહિને 9 એપ્રિલથી શરૂ થશે. વળી દેશની આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની અંતિમ મેચ 30 મે નાં રોજ અમદાવાદમાં નવા બનેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. જો કે આ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા બોર્ડ દ્વારા એક ગીત રિલીઝ કરવામાં આવ્યુ છે. જેમા રોયલ ચેલેન્જર્સ બેંગલોર કેપ્ટન વિરાટ કોહલી, મુંબઇ ઇન્ડિયન્સ કેપ્ટન રોહિત શર્મા અને અન્ય ભારતીય ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. સ્ટાર સ્પોર્ટ્સે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આઈપીએલ 2021 નાં ​​સત્તાવાર ગીતનો વીડિયો પોસ્ટ કર્યો છે. હવે આઈપીએલ 2021 સીઝન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રોહિત અને કોહલી સહિત આઈપીએલથી જોડાયેલા દરેક 8 ફ્રેન્ચાઇઝીનાં ખેલાડીઓ આ ગીતમાં તમે જોઈ શકો છો. ગીતમાં રોહિત અને કોહલી સિવાય કેએલ રાહુલ, રિષભ પંત, કે ગૌતમ, રાયન પરાગ, શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા જેવા ખેલાડીઓ શામેલ છે.

વિજયી શરુઆત / ભારતે પુણે ખાતે પ્રથમ વન-ડે મેચ 66 રને જીતી, ડેબ્યૂ મેચમાં કૃણાલ અને કૃષ્ણાનું શાનદાર પર્ફોર્મન્સ

આઈપીએલ 2021 ની પહેલી મેચ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને એક પણ આઈપીએલમાં જીત ન મેળવનારા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાવવાની છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી જોવામાં આવ્યું હતું કે આઇપીએલની પહેલી મેચમાં તે જ ટીમો સામ-સામે રમતી હતી જેનો ફાઇનલમાં મુકાબલો સામ-સામે થતો હતો, પરંતુ આ વખતે તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આઈપીએલ 2020 માં, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થયો હતો, પરંતુ દિલ્હી કેપિટલ્સને તેમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આઈપીએલ 2021 ની પહેલી મેચ 9 એપ્રિલે થશે. આ પછી, બીજી મેચમાં એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને શ્રેયસની કેપ્ટન દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ હશે. ગયા વર્ષે આઈપીએલ યુએઈમાં યોજાયો હતો, પરંતુ આ વખતે આઈપીએલ ભારતમાં જ યોજાઈ રહ્યો છે, જેથી ક્રિકેટ ચાહકો પણ ખુશ છે. જો કે, દર્શકો અડધા આઇપીએલ સુધી સ્ટેડિયમમાં જઈ શકશે નહીં અને મેચ જોઇ શકશે નહીં. તે પછી, કોરોનાની સ્થિતિને જોતા, બીસીસીઆઈ સ્ટેડિયમમાં દર્શકો મેચ જોઈ શકશે કે નહીં તે અંગે પાછળથી નિર્ણય લેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ