Not Set/ ભારતે પુણે ખાતે પ્રથમ વન-ડે મેચ 66 રને જીતી, ડેબ્યૂ મેચમાં કૃણાલ અને કૃષ્ણાનું શાનદાર પર્ફોર્મન્સ

ભારતે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં પુણે ખાતે ઇંગ્લેન્ડને 66 રને હરાવ્યું છે. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતાં ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લિશ ટીમ 42.1 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઈ હતી. મેચ જીતીને ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 2019ના વનડે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ભારતને 31 રને […]

Sports

ભારતે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં પુણે ખાતે ઇંગ્લેન્ડને 66 રને હરાવ્યું છે. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતાં ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લિશ ટીમ 42.1 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઈ હતી. મેચ જીતીને ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 2019ના વનડે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ભારતને 31 રને હરાવ્યું હતું. ભારતે આ મેચ જીતીને તે હારનો બદલો લીધો છે. તેમજ પ્રસિદ્વ કૃષ્ણ ડેબ્યુ પર 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે. બીજી વનડે પુણેમાં જ 26 માર્ચના રોજ રમાશે.

રનચેઝમાં ઇંગ્લેન્ડ માટે જોની બેરસ્ટોએ પોતાના કરિયરની 14મી ફિફટી ફટકારતાં 94 રન બનાવ્યા હતા. તેના સિવાય જેસન રોયે 46 અને મોઇન અલીએ 30 રનનું યોગદાન આપ્યું હતું. અન્ય કોઈ બેટ્સમેન 30 રનનો આંક વટાવી શક્યો નહોતો. ભારત માટે ડેબ્યુટન્ટ પ્રસિદ્વ કૃષ્ણએ 4, શાર્દુલ ઠાકુરે 3, ભુવનેશ્વર કુમારે 2 અને કૃણાલ પંડ્યાએ 1 વિકેટ ઝડપી.