Euro Cup-2020/ પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ ફટકારી ઇટલી બન્યુ બાદશાહ, ઈંગ્લેન્ડને હરાવ્યું

ઇટલીએ ફરી એક વખત યુરો કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. અંતિમ મેચમાં ઇટલીએ ઈંગ્લેન્ડને 3-2થી હરાવ્યું હતું. મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટથી સામે આવ્યું છે.

Sports

ઇટલીએ ફરી એક વખત યુરો કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. અંતિમ મેચમાં ઇટલીએ ઈંગ્લેન્ડને 3-2થી હરાવ્યું હતું. મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટથી સામે આવ્યું છે. આ બીજી વખત છે જ્યારે ઇટલીએ યુરો કપમાં પોતાની બાદશાહી સાબિત કરી ટાઇટલ પોતાના નામે કર્યુ છે. બીજી તરફ, ઈંગ્લેન્ડની ટીમ છેલ્લા 55 વર્ષથી આ ટાઇટલ જીતી શકી નથી. ફરી એકવાર તેને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા ઇટલીની ટીમે 1968 માં આ ટાઇટલ પર પોતાનો કબ્ઝો કર્યો હતો. ઇટલીની ફાઇનલ મેચ જીતવાની સાથે જ સમગ્ર ઇટલીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ફૂટબોલ પ્રેમીઓ તેમની રીતે ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. ઈંગ્લેન્ડની છાવણીમાં મૌન જોવા મળી રહ્યુ છે.

સપનુ થયુ પૂર્ણ / આર્જેન્ટિનાએ આખરે જીત્યુ સૌથી મોટુ ટાઇટલ, મેસ્સીનું સપનુ થયુ પૂર્ણ

ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમે તેમના પ્રશંસકોને એક મહિના સુધી ઉજવણી કરવાની ભરપૂર તક આપી દીધી છે. યુરોપિયન ચેમ્પિયનશિપનાં નિર્ણાયક મેચમાં સૌથી મહત્વપૂર્ણ સમયે ચૂક થઇ જતા ઈંગ્લેન્ડની ટીમમાં નિરાશા વ્યાપી ગઇ છે. ઈંગ્લેન્ડની ટીમે આશા વ્યક્ત કરી હતી કે તે વર્ષોથી ચાલી આવી રહેલી નિરાશાને સમાપ્ત કરી દેશે. ઈંગ્લેન્ડે વર્ષ 1966 માં વર્લ્ડ કપ બાદ કોઈ મોટી ટૂર્નામેન્ટ જીતી શક્યું ન હોતુ, પરંતુ આ વખતે ટીમ જે રીતે પ્રદર્શન કરી રહી હતી, તેવું લાગી રહ્યું હતું કે, તે યુરોપિયન ચેમ્પિયન બનશે. પરંતુ પેનલ્ટી શૂટ-આઉટમાં ઈંગ્લેન્ડનો ફરી પરાજય થઇ ગયો છે. ઇટલીએ તેને 3-2થી હરાવીને ટાઇટલ જીત્યું છે. આ કારણોસર સમગ્ર ઈંગ્લેંડમાં આંચકો અનુભવાયો છે. ઇટલીની જીતની સાથે જ્યા તેમના પ્રશંસકો ખુશીમાં નાચી રહ્યા હતા તે વળી બીજી તરફ વેમ્બલી સ્ટેડિયમની મોટાભાગની બેઠકો પર લોકો નિરાશ જોવા મળ્યા હતા. ઈંગ્લેન્ડનાં ચાહકો માથું પકડીને બેઠા હતા, જ્યારે બહાર રસ્તાઓ પર પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો.

અદભુત / બાઉન્ડ્રી લાઇન પર હવામાં ઉડીને હરલીન દેઓલે પકડ્યો શાનદાર કેચ, Video

ઈંગ્લેન્ડનાં ચાહકો દ્વારા ઉગ્ર ઉજવણી કરવાની તમામ તૈયારીઓ વ્યર્થ સાબિત થઇ હતી. દક્ષિણ લંડનનાં ક્રોયડોનમાં પ્રશંસકો માટે બનેલા ખાસ વિસ્તારમાં લોકો રોવા લાગ્યા હતા અને એક બીજાને દિલાસો આપતા જોવા મળ્યા હતા. લંડનનાં ટ્રૈફલગાર સ્ક્વેરનાં સેંકડો લોકોએ બીયરની બોટલ પર પોતાનો ગુસ્સો કાઠ્યો હતો. ઉત્તર ઈંગ્લેન્ડનાં ન્યૂકાસ્ટલમાં કેટલાક લોકો નિરાશ ટીમનાં સમર્થનમાં ઉભા રહ્યા હતા. અઠાર વર્ષની વિદ્યાર્થી મિલી કાર્સને કહ્યું કે, અમે ઘણુ લાંબુ અંતર કાપ્યું હતુ, જો વિજય મળ્યો હોત તો તે નોંધપાત્ર હોત. ટીમે દેશને એક કર્યો હતો. દરેક વ્યક્તિ આ મુશ્કેલ સમયમાં ખુશીથી જીવી રહ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમની પૂર્વ-અંતિમ સફળતાએ દેશની આશાઓ વધારી દીધી હતી, ખાસ કરીને એવા સમયે જ્યારે બ્રિટનમાં કોરોના વાયરસ મહામારીએ 1,28,000 થી વધુ લોકોનો ભોગ લીધો છે. રવિવારે લોકોએ મેચની શરૂઆતનાં ઘણા સમય પહેલા જ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જ્યારે ઈંગ્લેન્ડે બીજી મિનિટમાં ગોલ કર્યો ત્યારે કેટલાક લોકોએ પાર્ટીની ઉજવણી શરૂ કરી દીધી હતી. મેચની આગળ વધતા લોકોનાં ધબકારા વધી ગયા હતા, જે પેનલ્ટી શૂટઆઉટમાં સમાપ્ત થતાં અટકી ગઈ હતી.