ASIAN GAMES/ ભારતનું ધમાકેદાર પ્રદર્શન, એર પિસ્તોલ ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતને છઠ્ઠો ગોલ્ડ મેડલ મળ્યો છે.

Top Stories Sports
Mantavyanews 2023 09 28T083925.863 ભારતનું ધમાકેદાર પ્રદર્શન, એર પિસ્તોલ ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતને છઠ્ઠો ગોલ્ડ મેડલ મળ્યો છે. અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલની ત્રિપુટીએ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ મેડલ છે. ભારતની મેડલ સંખ્યા હવે 24 પર પહોંચી ગઈ છે.

રોશિબિના દેવીને સિલ્વર મેડલ

આ પહેલા રોશિબિના દેવીએ વુશુમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. રોશિબિના દેવીને સિલ્વર મેડલ મળ્યો છે, પરંતુ વુશુ (60 કિગ્રા)માં તે ડિફેન્ડિંગ ચેમ્પિયન વુ જિયાઓ વેઈ સામે હારી ગઈ હતી. ભારતનો આ 23મો મેડલ છે. રોશિબિના દેવીને વુશુમાં મહિલાઓની 60 કિગ્રા વર્ગની અંતિમ મેચમાં ચીનની વુ ઝિયાઓવેઇના હાથે 0-2થી હારનો સામનો કરવો પડ્યો છે. રોશિબિના દેવીએ એશિયન ગેમ્સ 2018માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રોશીબીના દેવીનો જન્મ મણિપુરના બિશનપુર જિલ્લામાં થયો હતો.

ભારત પાસે અત્યાર સુધીમાં 24 મેડલ

હેંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 24 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ સામેલ છે. રોશિબિનાએ વિયેતનામની થિ થુ ન્ગુયેનને 2-0થી હરાવીને 60 કિગ્રાની ફાઇનલમાં પ્રવેશ કર્યો, આ ઇવેન્ટમાં ઓછામાં ઓછું સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો. યુવા શૂટર સિફ્ટ કૌર સમરાએ મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં 469.6ના વર્લ્ડ રેકોર્ડ સ્કોર સાથે વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે રાઈફલ થ્રી પોઝિશનમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર પણ બની હતી.

આ પણ વાંચો: Canada/ આ મોટી ભૂલની કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ માફી માગી

આ પણ વાંચો: Ganesh Visarjan/ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન માટે સૌથી શુભ મુહૂર્ત

આ પણ વાંચો: આજનું રાશિફળ/ વૃષભ રાશિના જાતકોને રોકાણથી લાભ થાય, જાણો તમારું રાશિ ભવિષ્ય