Not Set/ WWE રેસલર ‘The Rock’ એ લીધો મોટો નિર્ણય, કરોડો ફેન્સનું તુટ્યું દિલ

WWE નું નામ આવે અને તેમા ‘ધ રોક’ ને યાદ ન કરવામાં આવે તે ન બની શકે. રોકની રેસલિંગ રિંગમાં એન્ટ્રીને લોકો ખૂબ પસંદ કરે છે. આ સાથે ધ રોક ઘણી હોલીવુડ ફિલ્મમાં પણ જોવા મળ્યો છે. તેના ફેન્સ દુનિયાભરમાં છે. ધ રોક જેનુ અસલ નામ ડ્વેન ડગ્લાસ જ્હોનસન છે. જેણે હવે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ […]

World Sports
The Rock WWE રેસલર ‘The Rock’ એ લીધો મોટો નિર્ણય, કરોડો ફેન્સનું તુટ્યું દિલ

WWE નું નામ આવે અને તેમા ‘ધ રોક’ ને યાદ ન કરવામાં આવે તે ન બની શકે. રોકની રેસલિંગ રિંગમાં એન્ટ્રીને લોકો ખૂબ પસંદ કરે છે. આ સાથે ધ રોક ઘણી હોલીવુડ ફિલ્મમાં પણ જોવા મળ્યો છે. તેના ફેન્સ દુનિયાભરમાં છે. ધ રોક જેનુ અસલ નામ ડ્વેન ડગ્લાસ જ્હોનસન છે. જેણે હવે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE) માંથી સત્તાવાર રીતે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. રેસલરથી હોલીવુડ સ્ટાર બનેલા ‘ધ રોકે’ કહ્યું કે, તે શાંતિથી WWE માંથી નિવૃત્ત થઈ રહ્યો છે. જો કે, તેણે ભવિષ્યમાં રિંગમાં પાછા ફરવાની અપેક્ષાઓને નકારી ન હતી.

hi res 94449f40e24961c6b536ccdf3db7898d crop north WWE રેસલર ‘The Rock’ એ લીધો મોટો નિર્ણય, કરોડો ફેન્સનું તુટ્યું દિલ

આ પહેલીવાર છે જ્યારે ‘ધ રોક’ એ જાહેરમાં ઇન્ડસ્ટ્રીથી નિવૃત્તિની વાતને સ્વીકારી છે. એક ચેટ શોમાં બોલતા જ્હોનસને કહ્યું કે, ‘મને રેસલિંગની ઘણી કમી ખલે છે. મને રેસલિંગ પસંદ છે. હું રેસલિંગથી શાંતિથી નિવૃત્ત થયો કારણ કે હું ભાગ્યશાળી છુ કે હું એક સુંદર કારકિર્દી મેળવી શક્યો અને તેને પરિપૂર્ણ કરવા માટે હુ સખત મહેનત કરુ છુ. પરંતુ લાઇવ ભીડ, લાઇવ ઓડિયન્સ અને લાઇવ માઇક્રોફોન કરતા વધુ કઇ જ સારું નથી.’

rock WWE રેસલર ‘The Rock’ એ લીધો મોટો નિર્ણય, કરોડો ફેન્સનું તુટ્યું દિલ

 

ધ રોકે રેસલમેનિયા 29 માં WWE ખાતે જોન સીના સામે છેલ્લી મોટી મેચ રમી હતી, જ્યાં તે WWE ચેમ્પિયનશિપ મેચ હારી ગયો હતો. આ સાથે, તેનુ શાસન પણ 70 દિવસ માટે સમાપ્ત થઈ ગયુ હતુ. જો કે ધ રોકની છેલ્લી ઓફિશિયલ મેચ રેસલમેનિયા 32 માં હતી, જ્યાં તેઓ યાટ પરિવાર સામે રમ્યા હતા. અગાઉ, તે બ્રે યાટ, રોવન અને બ્રોન સ્ટ્રોમેન સાથે ટૂંકો મુકાબલો કરી ચુક્યો હતો.

PRC 78661246 WWE રેસલર ‘The Rock’ એ લીધો મોટો નિર્ણય, કરોડો ફેન્સનું તુટ્યું દિલ

એક મહત્વાકાંક્ષી ફૂટબોલ ખેલાડી, જ્હોસને 1996 માં WWE કરાર મેળવ્યો હતો. તે પછી તે વર્લ્ડ રેસલિંગ ફેડરેશન અથવા WWF તરીકે ઓળખાતું હતું. ધ રોકે 1998 માં પ્રથમ WWF ચેમ્પિયનશીપ જીતી હતી અને WWFનાં ‘એટીટ્યુડ એરા’નાં બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે ઇન્ડસ્ટ્રીનો શ્રેષ્ઠ સમય હતો.

main qimg 58dcf1c27452c03c013e8911edbca841 WWE રેસલર ‘The Rock’ એ લીધો મોટો નિર્ણય, કરોડો ફેન્સનું તુટ્યું દિલ

આઠ વખતનાં WWE ચેમ્પિયન ધ રોકે એક્ટિંગમાં પોતાની કારકિર્દી બનાવવા માટે 2004 માં જ આ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. રોકની ફિલ્મની સફર પણ લાજવાબ હતી અને તેણે એક પછી એક સુપરહિટ ફિલ્મો કરી હતી. તે પછી, 2011 માં, તે પાર્ટ-ટાઇમ રેસલર બનીને રિંગમાં પરત ફર્યો હતો. 1997 માં પ્રખ્યાત મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં સર્વાઇવર સિરીઝમાં તેની પ્રથમ મેચ રમવા અંગે, ધ રોકે કહ્યું કે, WWEમાં મારી પ્રથમ મેચ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં હતી. તે પે-પર-વ્યૂ ઇવેન્ટ હતી અને તે ઘણી શાનદાર પણ હતી કારણ કે મેં પ્રો રેસલિંગમાં મારી મુસાફરીને શ્રેય આપ્યો હતો, જેના કારણે આજે હું અહીં છું. આ દિવસને વિશેષ રીતે મે યાદ કર્યો હતો.’

rs rock wwe b61a7fb3 874c 4e3d 8a04 de029cbe1007 WWE રેસલર ‘The Rock’ એ લીધો મોટો નિર્ણય, કરોડો ફેન્સનું તુટ્યું દિલ

તેણે ઉમેર્યું, “તમારી પ્રથમ મેચ સામાન્ય રીતે નાના શહેરમાં ઓછા લોકોની વચ્ચે હોય છે, જે ટીવી પર પણ પ્રસારિત થતી નથી. આ મેડિસન સ્ક્વેર હતુ. બધી ટિકિટ વેચાઇ ગઇ હતી. તે વર્ષની સૌથી મોટી પે-પર-વ્યૂ ઇવેન્ટમાંની એક હતી સર્વાઇવર સિરીઝ. કોઈને પણ ખબર નહોતી કે હું કોણ છું. એક કહેવત છે, જો તમે ન્યૂયોર્કમાં બનાવી દીધુ, તો પછી તમે તેને ગમે ત્યાં બનાવી શકો છો કારણ કે અહીંના પ્રેક્ષકોમાં સૌથી પ્રબળ છે અને તે વાસ્તવિક રીતે તમારી પરીક્ષા લે છે. રેસલિંગની દુનિયામાં, ખાસ કરીને ન્યૂયોર્કનાં લોકો તમારી સખત કસોટી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.