NZ vs BAN/ એક બોલ પર બેટ્સમેનને મળ્યા 7 રન, જુઓ Video

બાંગ્લાદેશની ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ જીતનાં હીરો ઇબાદત હુસૈન ક્રાઇસ્ટચર્ચનાં હેગલી ઓવલ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં પ્રથમ વિકેટ મેળવી શક્યા હોત. જોકે, બીજી સ્લિપ પરનાં ફિલ્ડરે ડાઇવ કરીને કેચ છોડ્યો હતો.

Sports
1 બોલ 7 રન

બાંગ્લાદેશની ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ જીતનાં હીરો ઇબાદત હુસૈન ક્રાઇસ્ટચર્ચનાં હેગલી ઓવલ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં પ્રથમ વિકેટ મેળવી શક્યા હોત. જોકે, બીજી સ્લિપ પરનાં ફિલ્ડરે ડાઇવ કરીને કેચ છોડ્યો હતો. ઝડપી બોલર ઇબાદત હુસૈન ન્યૂઝીલેન્ડનાં ઓપનર વિલ યંગનાં બેટની બહારની ધારને દૂર કરવામાં સફળ રહ્યો હતો, પરંતુ ફિલ્ડરે બીજી સ્લિપમાં ડાઇવ કરીને કેચ છોડ્યો હતો.

આ પણ વાંચો – IND vs SA / કેપટાઉન પહોંચી ટીમ ઈન્ડિયા, ઈતિહાસ રચવાની છે તક, Video માં જુઓ સ્વાગત

અહીંથી જે કોમેડી જોવા મળી, ન્યૂઝીલેન્ડનાં ઓપનરે એક જ બોલમાં સાત રન બનાવ્યા, જ્યારે તે એ જ બોલ પર આઉટ થઈ શક્યો હોત. આ ઘટના 26મી ઓવરનાં છેલ્લા બોલે બની હતી. ઇબાદત હુસૈને ઑફ-સ્ટમ્પની બહાર આઉટ સ્વિંગની મદદથી વિલ યંગનાં બૅટની બહારની ધાર લાગી હતી અને બીજી સ્લિપ પર ઉભા ફિલ્ડરે જમણી તરફ ડાઇવ લગાવી અને કેચ છોડ્યો. આ જોઈને ઈબાદત ખૂબ જ નિરાશ દેખાયો હતો. કેચ મિસ થતો જોઈને બન્ને બેટ્સમેનો દોડવા લાગ્યા અને ફાઈન લેગની બાઉન્ડ્રી સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં બેટ્સમેનો ત્રીજા રન માટે દોડ્યા હતા. ફાઈન લેગ બાઉન્ડ્રી પરથી તસ્કીન અહેમદે બોલને વિકેટકીપર તરફ ફેંક્યો. ત્યાર બાદ બેટ્સમેનો ત્રીજો રન લેવા દોડ્યા હતા. વિકેટકીપરને લાગ્યું કે રન આઉટ કરવાની સારી તક છે તેથી તેણે બોલર એન્ડ પર બોલ ફેંક્યો. જ્યાં ફિલ્ડર બોલને પકડી શક્યો ન હતો અને બોલ પીચમાંથી ઝડપથી બાઉન્ડ્રી લાઇન તરફ જવા લાગ્યો હતો. ઇબાદત હુસૈન ઝડપથી પાછળ દોડ્યો, પરંતુ બોલને પકડી શક્યો નહીં અને ઓવરથ્રોમાંથી ચાર રન પણ યંગનાં ખાતામાં ઉમેરાયા. તો જે બોલ પર વિલ યંગ આઉટ થઈ શક્યો હોત, તેને બાંગ્લાદેશી ખેલાડીઓની કોમેડીનાં કારણે સાત રન મળ્યા હતા.

આ પણ વાંચો – Funny video / યુઝવેન્દ્ર ચહલ બનાવી રહ્યો છે બોડી, શિખર ઉડાવી રહ્યો છે મઝાક, જુઓ આ મજેદાર વીડિયો

વિલ યંગે આ Lifeline નો ફાયદો ઉઠાવ્યો અને અડધી સદી પૂરી કરી. યંગે ટોમ લાથમ સાથે મળીને ન્યૂઝીલેન્ડને મજબૂત શરૂઆત અપાવી હતી. યંગ અને લાથમે પ્રથમ વિકેટ માટે 148 રનની ભાગીદારી નોંધાવી હતી. વિલ યંગને શરીફુલ ઈસ્લામ દ્વારા શિકાર બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ લાથમે ડેવોન કોનવે સાથે મળીને ન્યૂઝીલેન્ડને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું.