IPL પછી ટૂંક સમયમાં જ T20 વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો છે, જેને લઈને દરેક ઉત્સાહિત છે. બીજી બાજુ, ટીમ ઈન્ડિયા પણ આ મેગા ટુર્નામેન્ટમાં નવી અને વૈભવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે, જ્યાં ગઈકાલે BCCI દ્વારા સોશિયલ મીડિયા પર દરેકની સામે આ જર્સી રજૂ કરી હતી. વળી, હવે આ નવી જર્સીમાં ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ખેલાડીઓની તસવીર અન્ય કારણોસર હેડલાઇન્સ બનાવી રહી છે.
આ પણ વાંચો – IPL 2021 / રોમાંચક મેચમાં અંતિમ ક્ષણે મળેલી હાર પર DC નો આ ખેલાડી મેદાન પર જ રડી પડ્યો
આગામી T20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમનો નવો પોશાક બુધવારે બહાર પાડવામાં આવ્યો હતો અને આ ‘બિલિયન ચીયર્સ’ પોશાક વિશે દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રશંસકોથી પ્રેરિત છે. ભારતની T20 વર્લ્ડકપની આ જર્સી વિશ્વની સૌથી ઉંચી ઇમારત ‘બુર્જ ખલીફા’ પર પણ બતાવવામાં આવી છે, જેનો વીડિયો ‘એમપીએલ સ્પોર્ટ્સ’ એ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ભારતીય ચાહકો આ વીડિયો જોયા પછી ઘણા ખુશ થયા છે. ભારતીય ટીમ UAE અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન દુબઈમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે યોજાનારા T20 વર્લ્ડકપમાં ભારતીય અભિયાનની શરૂઆત કરશે, ભારતીય પુરુષ, મહિલા અને અંડર-19 ટીમોની સત્તાવાર કીટ સ્પોન્સર ‘એમપીએલ સ્પોર્ટ્સ’ દ્વારા આ નવા પોશાકને બહાર પાડવામાં આવ્યુ જેને બિલિયન ચીયર્સ પોશાક કહેવામાં આવી રહ્યુ છે જે ટીમનાં પ્રશંસકોની પ્રેરણાથી બનાવવામાં આવેલ છે.
આ પણ વાંચો – IPL 2021 / દિનેશ કાર્તિકને IPL આચારસંહિતાનાં ભંગ કરવા બદલ ફટકારવામાં આવ્યો દંડ
એમપીએલ સ્પોર્ટ્સની એક વિજ્ઞપ્તિ મુજબ, “ભારતીય ક્રિકેટનાં ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે ચાહકોની લાગણીઓને ડ્રેસ પર દર્શાવવામાં આવી છે જે વિશિષ્ટ ‘સાઉન્ડ વેવ’ પેટર્ન દ્વારા દર્શાવવામાં આવી છે. ડ્રેસમાં ઘેરા વાદળી રંગનાં બે ‘શેડ’ છે. બીસીસીઆઈ BCCI નાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, “ભારતીય ક્રિકેટ ટીમનાં ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે અને તેમના ઉત્સાહ અને ઉર્જાની ઉજવણી કરવા માટે તેમના પોશાક પર બતાવવા સિવાય બીજો કોઈ સારો રસ્તો નથી. તેમણે કહ્યું, “તેમાં કોઈ શંકા નથી કે આ ટીમને T20 ચેમ્પિયન બનવાના માર્ગ પર જરૂરી ટેકો આપશે.”