Ashes series/ એશીઝ સીરીઝ પર મોટો ખતરો, ઈંગ્લેન્ડ કેમ્પનાં 4 સભ્ય કોરોના પોઝિટિવ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર એશીઝ સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચની શરૂઆત પહેલા ઈંગ્લેન્ડ કેમ્પનાં ચાર સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

Sports
ઈંગ્લેન્ડ સ્ટાફ કોરોના પોઝિટિવ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર એશીઝ સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજા દિવસની રમત અડધો કલાક મોડી શરૂ થઈ હતી. મેચની શરૂઆત પહેલા ઈંગ્લેન્ડ કેમ્પનાં ચાર સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો – Night Curfew / રાજ્યમાં કર્ફ્યુની પ્રથમ રાત્રિએ જ નિયમભંગ, પોલીસે વાહનચાલકો પાસેથી વસૂલ્યો મસમોટો દંડ

બે સ્પોર્ટ્સ સ્ટાફ અને પરિવારનાં બે ખેલાડીઓ છે. જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોઈનું નામ લીધું નથી. ઈંગ્લેન્ડ કેમ્પમાં કોરોના કહેર બાદ તમામ ખેલાડીઓનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. નેગેટિવ આવ્યા બાદ તમામ ખેલાડીઓ મેદાનમાં આવ્યા હતા. કોરોનાનાં કહેરથી માત્ર ઈંગ્લેન્ડનાં કેમ્પમાં જ તબાહી મચી ન હતી, પરંતુ એશીઝ સીરીઝનાં પ્રસારણ ચેનલનો એક સ્ટાફ પણ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. કોરોનાનાં કારણે એશીઝ સીરીઝની 5મી અને અંતિમ ટેસ્ટ મેચનું સ્થળ બદલવું પડ્યું. ફાઈનલ મેચ 14 જાન્યુઆરીથી હોબાર્ટમાં રમાશે અને તે ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. અગાઉ આ ટેસ્ટ મેચ પર્થમાં યોજાવાની હતી પરંતુ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19 સંબંધિત નિયમોમાં કડકતા અને પ્રાંતીય સરહદ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને તેને બીજા સ્થાને આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, કોરોનાનાં ખતરા વચ્ચે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટેડિયમમાં દર્શકોનાં આવવા પર પ્રતિબંધ લગાવ્યો નથી. મેચ જોવા માટે હજારો દર્શકો મેલબોર્નનાં મેદાન પર પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો – ગાંધીનગર /  CM ભુપેન્દ્ર પટેલ આજે વહેલી સવારે પહોંચ્યા ગાંધીનગર સિવિલ, સરપ્રાઇઝ વિઝિટથી સ્ટાફ થયુ એલર્ટ

મેચની વાત કરીએ તો બીજા દિવસનું પ્રથમ સેશન ઈંગ્લેન્ડનાં નામે રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા સેશનમાં 70 રન બનાવ્યા હતા, જ્યારે તેની ત્રણ વિકેટ પડી હતી. લંચ બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા હતા. જો કે અંતે ઓસ્ટ્રેલિયન ટીમ 267 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. ઈંગ્લેન્ડની ટીમની હાલત હાલમાં ઘણી ખરાબ દેખાઇ રહી છે. કહી શકાય કે આ ત્રીજી મેચ પણ ઈંગ્લેન્ડનાં હાથમાંથી નિકળતી સ્પષ્ટપણે દેખાઇ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે 12 ઓવરમાં 31 રન પર 4 વિકેટ ગુમાવી દીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી માઇકલ સ્ટાર્ક અને સ્કોટ બોલાન્ડે 2-2 વિકેટ ઝડપી હતી.