Not Set/ એવું તો શું થયું કે આ દેશમાં કે મૃતદેહને રાખવા માટે મુર્દાઘરમાં જગ્યા ઓછી પડી, લીધો ટ્રકનો સહારો

પશ્ચિમી મેક્સિકોના એક શહેરમાં મૃતદેહને રાખવા માટે મુર્દાઘરમાં જગ્યા ઓછી પડી ગઈ છે જેના લીધે ટ્રકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરના  કિનારે એવી ઘણી ટ્રક ઉભેલી છે જે મોટા રેફ્રીજરેટરની જેમ મુર્દાઘરની જેમ કામ કરી રહ્યા છે. આ પાછળનું કારણ એવું છે કે અહી મોટા ભાગના લોકો ડ્રગ્સનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે જેના […]

Top Stories World Trending
truck એવું તો શું થયું કે આ દેશમાં કે મૃતદેહને રાખવા માટે મુર્દાઘરમાં જગ્યા ઓછી પડી, લીધો ટ્રકનો સહારો

પશ્ચિમી મેક્સિકોના એક શહેરમાં મૃતદેહને રાખવા માટે મુર્દાઘરમાં જગ્યા ઓછી પડી ગઈ છે જેના લીધે ટ્રકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરના  કિનારે એવી ઘણી ટ્રક ઉભેલી છે જે મોટા રેફ્રીજરેટરની જેમ મુર્દાઘરની જેમ કામ કરી રહ્યા છે.

Residents complained about the smell of a refrigerated truck that contained 157 bodies that was parked near the city of Guadalajara.

આ પાછળનું કારણ એવું છે કે અહી મોટા ભાગના લોકો ડ્રગ્સનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે જેના લીધે મોટા ભાગના લોકો મોતનો શિકાર બની રહ્યા છે. મૃતકોની સંખ્યામાં વધારો થતા મુર્દાઘરમાં જગ્યા ઓછી પડી ગઈ છે.

મેક્સિકોમાં ડ્રગ્સ અને મર્ડરના લીધે આ વર્ષે ૧૬,૩૩૯ લોકો ની હત્યા થઇ ચુકી છે. દુનિયામાં મર્ડરના રેટ પ્રમાણે મેક્સિકો દુનિયામાં ૨૦માં નંબર પર છે. આ સપ્ટેમ્બરમાં ઘણી એવી ઘટના બની છે જેના લીધે દુનિયાભરના લોકોનું ધ્યાન મેક્સિકો તરફ આકર્ષિત થયું છે. શહેરમાં ટ્રકમાં મુર્દાઘર બનાવવાને લીધે શહેરીજનોને દુર્ગંધનો સામનો કરવો પડે છે.

નેશનલ હ્યુમન રાઈટ કમિશને આ ઘટનાની નિંદા કરતા કહ્યું છે કે મેક્સિકો મરનાર લોકો માટે અંતિમ સમ્માન માટે પણ કઈ પગલા નથી લઇ શકતી.

આ ઘટના પર મેક્સિકોના મુર્દાઘરના પ્રમુખ ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ લોકોનું કહેવું છે કે સરકાર મુર્દાઘરના પ્રમુખને વ્યવસ્થિત કામ ન કરવા બદલ સજા આપી શકે છે પરંતુ દેશમાંથી ડ્રગ્સ અને મર્ડરને ઓછા કરવા માટે કમ કોઈ પગલા નથી લઇ રહ્યું.