Business/ રોજના કરોડો રૂપિયા અદાણી કેવી રીતે કમાઇ લે છે  ?

અદાણીની કુલ છ કંપનીઓ છે. જે શેરબજારમાં લિસ્ટ છે.  તેમની મુખ્ય કમાણી તેમની કંપનીઓ અંતર્ગત થતા તમામ બીઝનેસથી જ થાય છે. આવો જોઇએ અદાણીના બિઝનેસમાં શું શું સામેલ છે.? 

Top Stories Business
adhar link 2 3 રોજના કરોડો રૂપિયા અદાણી કેવી રીતે કમાઇ લે છે  ?

અદાણીની અધધ કરોડો રૂપિયાની કમાણી ના આંકડા સાંભળીને સૌ કોઇને એમ થતું હશે કે રોજના કરોડો રૂપિયા અદાણી કેવી રીતે કમાઇ લે છે. એવો તો શું વેપાર કરે છે કે તેમને રોજ એક હજાર કરોડ રૂપિયાની કમાણી થઇ રહી છે.  અદાણીના બિઝનેશમાં શું સામેલ છે.? અને તેનું કેવી રીતે સંચાલન થાય છે..? અદાણીની કઇ કંપની કયા ક્ષેત્રમાં કમાય છે..?  જેનાથી અદાણીની આવક રોજ કરોડોમાં થાય છે..?

અદાણી ગ્રુપના ચેરમેન ગૌમત અદાણી દુનિયાના અમીરોની યાદીમાં ખુબ ઝડપથી આગળ વધી રહ્યા છે. ગૌતમ  અદાણી અને તેમના પરિવારે ગયા એક વર્ષમાં રોજના એક હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમની કુલ સંપતિ દોઢ લાખ કરોડ રૂપિયાથી વધીને સાડા પાંચ લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. તેવામાં અનેક લોકોના મનમાં  એવો સવાલ થતો હશે કે આખરે અદાણી આટલી બધી કમાણી લાવે છે ક્યાંથી..?

તમને જણાવી દઇએ કે અદાણીની કુલ છ કંપનીઓ છે. જે શેરબજારમાં લિસ્ટ છે.  તેમની મુખ્ય કમાણી તેમની કંપનીઓ અંતર્ગત થતા તમામ બીઝનેસથી જ થાય છે. આવો જોઇએ અદાણીના બિઝનેસમાં શું શું સામેલ છે.?

અદાણી એન્ટરપ્રાઇઝ

અદાણી એન્ટરપ્રાઇઝનો બિઝનેસ સૌથી મોટો છે. જેમાં સોલર મેન્યુફેક્ચરિંગ અંતર્ગત સોલર પેનલ બનાવવાનું કામ હોય છે. તો નેચરલ રિસોર્સેસ અંતર્ગત માઇનિંગ થાય છે. માઇનીંગથી નિકળતા કોલસાનો ઉપયોગ પાવર જનરેશનમાં થાય છે. ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અદાણીની આ કંપની સેનાની ડિફેંસ અને એરોસ્પેસ સાથે જોડાયેલી જરૂરીયાતો પુરી કરે છે. તેની સાથે અદાણીની પાસે ઘણા એરપોર્ટની વ્યવસ્થાનું કામ પણ છે. જેનાથી અદાણીની ખુબ કમાણી થાય છે. તો અદાણીની કંપની વોટર સપ્લાયની  અને વોટર ડિસ્ટ્રીબ્યુશનની સાથે સાથે, ઇરિગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટનું પણ કામ કરે છે. તો રોડ, મેટ્રો અને રેલ કંપની રોડ બનાવવા, મેટ્રો બનાવવા અને રેલ બનાવવાના કામમાં પણ લાગેલી છે. તો અદાણીની કંપની પાસે ડેટા સેન્ટરનો પણ બિઝનેસ છે.

તો હિમાચલ પ્રદેશની નજીક પંદર હજાર ખેડૂતોની સાથે સફરજનનું વર્લ્ડકલાસ પેકેજીંગની સુવિધા કરાવીને તેને અમેરીકા, કેનેડા, યુરોપ, ચીન, દક્ષિણ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં મોકલવામાં આવે છે. તો બજારમાં તમને અદાણી એન્ટરપ્રાઇઝના ફોચ્ર્યુન બ્રાંડની પણ ઘણી પ્રોડક્ટ મળશે.

અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન

અદાણીને પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનથી ખુબ તગડો નફો મળી રહયો છે. એગ્રી લોજીસ્ટિક અંતર્ગત અનાજનું સંરક્ષણ, સ્ટોરેજ અને તેને અહીથી ત્યાં લઇ જવાનું કામ થાય છે. તો પોર્ટસ અને ટર્મિનલ મારફતે તમામ દેશો સાથે આયાત અને નિકાસ કરવામાં આવે છે. લોજીસ્ટિક મારફતે દેશમાં એક સ્થળેથી બીજા સ્થળે માલસામાનની હેરાફેરી કરવાના વેપારમાં પણ અદાણી છે. તે સિવાય ઇન્ડસ્ટ્રિયલ લેન્ડ અંતર્ગત ભારતનું સૌથી મોટું પોર્ટ આધારિત મલ્ટી પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે.

અદાણી ટ્રાંસમિશન

અદાણી ટ્રાંસ મિશન કંપનીથી વિજળીનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે. અને બીજી પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની વિજળીને તમામ સ્થળો પર ડિસ્ટ્રીબ્યુટ કરે છે. અને અદાણી તેનાથી પણ તગડા રૂપિયા કમાઇ રહયા છે.

 અદાણી ગેસ

અદાણી ગેસ મારફતે કંપની ગેસ ડિસ્ટ્રીબ્યુશનનો વેપાર કરે છે. અને ઘર-ઘર સુધી ગેસ પહોચાડવાની સર્વિસ ધરાવે છે. સીએનજી અને પીએનજી ગેસની વિતરણ વ્યવસ્થા સાથે અદાણી ગેસ બજારમાંથી અઢળક રૂપિયાની કમાણી કરે છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ

આ કંપની હેઠળ ગૌતમ અદાણી રિન્યુએબલ પાવર જનરેશનનું કામ કરે છે. જે હવા અને સોલર મારફતે વિજળી પેદા કરવાનું કામ કરે છે. આ કંપની પણ અદાણીની કમાણીના આંકડા વધારવાનું કામ કરે છે.

અદાણી પાવર

આ કંપનીમાં થર્મલ પાવર જનરેશનનું કામ કરવામાં આવે છે. આ ઉપરાંત ગૌતમ અદાણી રિયલ એસ્ટેટ ફાઇનાન્સિંયલ સર્વિસ અને હાઉસિંગ ફાઇનાન્સનો પણ બિઝનેસ ધરાવે છે. જે શેરબજારમાં લીસ્ટ નથી. અને તેનાથી પણ કંપનીની ખુબ કમાણી થાય છે. આ તમામ કંપનીઓનું એક સમજો કે બજાર પર રાજ છે. બીજી કંપનીઓની સરખામણીમાં અદાણીની આ કંપનીઓની બજાર પર સારી પકડ છે. અને તેનાથી તેમનો ગ્રોથ સતત વધી રહ્યો છે. આ એજ કંપનીઓ છે જેની કમાણીએ અદાણીને એશિયામાં સૌથી બીજા નંબરના ધનિક સુધી પહોચાડી દીધા છે.

વીજ કટોકટી / ભારતમાં પણ સર્જાઈ શકે છે વીજ કટોકટી, માત્ર 3 દિવસ ચાલે એટલો જ કોલસાનો જથ્થો બાકી

જમ્મુ-કાશ્મીર / કલમ 370 હટાવ્યા બાદ સિસ્ટમ બદલાઈ, માનસિકતા બદલવાની જરૂર છે : RSSના વડા મોહન ભાગવત  

તાલીબાનનું તરકટ / જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી વધી, મોટી ઘટનાનો ખતરો